પ્રિયંકાનો ભાજપ પર મોટો હુમલો, શું આપણે જનાદેશના ખુલ્લા અપહરણના દોરમાં પહોંચી ચૂક્યા છે?
મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. અદાલતે રવિવારે જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ કેસમાં સોમવારે યોગ્ય આદેશ જારી કરવામાં આવશે. વળી, મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલ પર કોંગ્રેસ સતત ભાજપ પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ અંગે ભાજપ પર હુમલો કર્યો છે.

પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધીને ટ્વિટ કર્યુ
પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધીને ટ્વિટ કર્યુ, ‘ટીવી બતાવી રહ્યુ છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સંસ્થાઓ, બંધારણને ઠેંગો બતાવીને કર્ણાટકનો ખેલ ફરીથી પુનરાવર્તિત કરવા ઈચ્છી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં 12000 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. તેમના માટે ભાજપ સરકારના ખિસ્સામાંથી તો મદદ નથી નીકળી. શું આપણે જનાદેશના ખુલ્લા અપહરણના દોરમાં પહોંચી ચૂક્યા છે?'
|
સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલના નિર્ણય સામે સંયુક્ત રીતે દાખલ અરજી પર સુનાવણી કરી રહ્યુ છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસને જે રીતે શનિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શપથ લેવડાવ્યા તે ગેરબંધારણીય હતુ. આના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, મહારાષ્ટ્ર સરકાર, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે.
આ પણ વાંચોઃ અજીત પવાર અને સીએમ ફડણવીસે મોડી રાતે બંધ રૂમમાં કરી બેઠક, પછી કર્યુ આ ટ્વિટ

સુપ્રીમ કોર્ટમાં થવાની છે મહારાષ્ટ્ર કેસ પર મહત્વની સુનાવણી
આ પહેલા શનિવારે મહારાષ્ટ્રમાં એક મોટા રાજકીય ઉલટફેરમાં ભાજપ ધારાસભ્ય દળના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. જ્યારે એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. આમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યુ જ્યારે શરદ પવારે સ્પષ્ટ કરી દીધુ કે અજીત પવારે પાર્ટી લાઈનથી હટીને ભાજપને સમર્થન આપ્યુ છે અને આ નિર્ણયથી માહિતી તેમને નહોતી. ત્યારબાદથી જ મુંબઈથી લઈને દિલ્લી સુધી હલચલ મચેલી છે.