કોરોના મહામારીની ભયાનક સ્થિતિને જોતા પ્રિંયકા ગાંધીએ જનતાને કરી અપીલ, કહ્યુ - આ જંગ જીતવાની જ છે
કોરોના વાયરસની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકોને અપીલ કરી છે.
લખનઉઃ કોરોના વાયરસ મહામારીની સ્થિતિ દેશમાં ખૂબ જ ભયાનક થઈ ગઈ છે. કોરોના વાયરસની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકોને માસ્ક પહેરવા અને સુરક્ષા સંબંધી બધા નિર્દેશોનુ પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ કહ્યુ કે આ જંગને જીતવી જ પડશે. આ પહેલા એક વીડિયો જાહેર કરીને પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને નિવેદન પણ કર્યુ.

કોરોના વાયરસની જંગ જીતવી જ પડશેઃ પ્રિયંકા ગાંધી
દેશમાં કોરોના મહામારીની ભયાનક સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશના પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, 'પ્યારા દેશવાસીઓ,, આ આપણા સૌ માટે બહુ સંકટનો સમય છે. આપણા સૌના પ્રિયજન, પરિવારજન, આસપાસના લોકો કોરના મહામારીની ચપેટમાં આવી રહ્યા છે. તમને સૌને નિવેદન છે કે માસ્ક પહેરો તેમજ કોવિડ સુરક્ષા સંબંધી બધા નિર્દેશોનુ પાલન કરો. સાવધાની તેમજ સંવેદના સાથે આપણે મળીને આ જંગને જીતવાની છે.'
યોગી સરકારને કર્યુ આ નિવેદન
પ્રિયંકા ગાંધીએ એક વીડિયો ટ્વિટ કરીને યોગી આદિત્યનાથ સરકારને નિવેદન પણ કર્યુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, 'પોતાનો સમય, સંશાધનો અને ઉર્જા આ કુદરતી આફતને છૂપાવવા, દબાવવામાં લગાવવાનુ વ્યર્થ છે. મહામારીને રોકવા, લોકોના જીવ બચાવવા, સંક્રમમને ફેલાતુ રોકવા માટે ઠોસ પગલા લો. આ સમયની માંગ છે.'
યુપીમાં કોરોનાથી હાલત બેકાબુ
કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ ઉત્તર પ્રદેશમાં બેકાબુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 27 હજાર 426 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 103 લોકોના મોત થયા છે. રાજધાની લખનઉની વાત કરીએ તો અહીં 6598 સંક્રમિત દર્દી મળ્યા છે જ્યારે 35 લોકોના મોત થયા છે. આ ઉપરાંત પ્રયાગરાજમાં 1758, વારાણસીમાં 2344 અને કાનપુરમાં 1403 નવા કેસ સામે આવ્યા છે. અમિત મોહન પ્રસાદે જણાવ્યુ કે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,11,835 છે. તેમણે જણાવ્યુ કે એક દિવસમાં કુલ 2,06,517 સેમ્પલની તપાસ કરવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,75,90,753 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આમાં 89,964 સેમ્પલો આરટી-પીસીઆરથી કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 1,29,848 સક્રિય કેસોમાંથી 66,528 દર્દી હોમ આઈસોલેશનમાં છે.












Click it and Unblock the Notifications
