લોકસભા ચૂંટણી : પ્રિયંકા ગાંધી બની વૉર રૂમ વૉરિયર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ને પગલે પ્રિયંકા ગાંધી વાઢેર વૉર રૂમ વૉરિયર બની ગઇ છે. એટલે કે સોનિયા અને રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસના ઇલેક્શન મેનેજમેન્ટની જવાબદારી તેમણે લીધી છે.

ચૂંટણીઓ દરમિયાન જાહેરમાં આવવાનું ટાળતા પ્રિયંકા ગાંધી વાઢેરને કેટલાક લોકો શોભાની પૂતળી ગણાવે છે. વાસ્તવમાં તે રણનીતિના યોદ્ધા છે. કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને મહામંત્રી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે પ્રિયંકાએ પાર્ટીમાં ઇલેક્શન મેનેજમેન્ટની જવાબદારી સંભાળી છે.

પ્રિયંકા ગાંધી પોતાનો મોટા ભાગનો સમય ભાઇ રાહુલ ગાંધીના ઘરે તૈયાર કરવામાં આવેલા વૉર રૂમમાં બેસીને ઇલેક્શન મેનેજમેન્ટમની કામગીરી સંભાળી રહ્યા છે. વૉર રૂમ વૉરિયર બનીને પ્રિયંકા પ્રચાર, પબ્લિસિટી અને મીડિયા ઇન્ટરેક્શન અંગેના નિર્ણયો લઇ રહ્યા છે.

priyanka-gandhi

ઉલ્લેખનીય છે કે સંગઠનની બાબતોમાંથી સોનિયા ગાંધીએ સન્યાસ લીધો છે ત્યારે તેઓ ચૂંટણી મેનેજમેન્ટને લગતા મહત્વના કેટલાક મુદ્દાઓમાં જ દરમિયાનગીરિ કરી રહ્યા છે. આ સ્થિતિમાં પ્રિયંકા ગાંધી જ રાહુલની ટીમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચેની સાંકળ બનીને રણનીતિની તમામ બાબતો પહોંચાડી રહ્યા છે. આમ કરવાનો એક માત્ર હેતુ ચૂંટણી સમયે સંગઠનને વધારે મજબૂત બનાવવાનો છે.

અતિ મહત્વપૂર્ણ ગણાતી લોકસભા ચૂંટણીના છેલ્લા દિવસોમાં પ્રિયંકા માત્ર બેઠકોમાં હાજરી આપવાને બદલે રોજબરોજની સમસ્યાઓના ઉકેલવામાં પણ માર્ગદર્શન આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પ્રિયંકાએ ચૂંટણી મેનેજમેન્ટની જવાબદારી સ્વીકાર્યા બાદ કર્ણાટક, આસામ, કેરળ, પંજાબ અને તેલંગાણામાં કોંગ્રેસની સ્થિતિ સારી બની છે. જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિસામાં પણ સ્થિતિ ખરાબ નથી. ઉત્તર પ્રદેશમાં પાર્ટી સારો દેખાવ કરશે તેમ માનવામાં આવે છે. પણ સૌથી વધારે ચિંતા રાજસ્થાનમાં છે.

English summary
Priyanka Gandhi Vadra become war room warrior for Lok Sabha Election 2014. She has virtually taken control of the Congress’s election management as Sonia and Rahul Gandhi are mostly away campaigning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X