For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ કહેશે તો ખુશીથી વારાણસીથી ચૂંટણી લડીશ: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહેશે તો તેઓ ખુશીથી નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહેશે તો તેઓ ખુશીથી નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે. આ પહેલા તેમને કેરળના વાયનાડમાં પુલવામાં હુમલામાં શહીદ પરિવાર સાથે મુલાકાત કરી હતી. સીઆરપીએફ જવાન વીવી વસંત કુમાર 14 ફેબ્રુઆરી દરમિયાન પુલવામાંમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયા હતા. આ પહેલા પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર દરમિયાન વાયનાડમાં આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી ચૂકેલા ખેડૂત પરિવાર સાથે પણ મુલાકાત કરી ચુકી છે.

આ પણ વાંચો: ઈન્દિરા ગાંધી સાથે તુલના કરતા પ્રિયંકાએ કહ્યુ, તેમની સામે હું કંઈ નથી પરંતુ...

શહીદના પરિવારને મળી પ્રિયંકા ગાંધી

શહીદના પરિવારને મળી પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ વારાણસીથી ચૂંટણી લડવા બાબતે કહ્યું કે, જો કોંગ્રેસ અધ્યક્ષ મને ચૂંટણી લડવાનું કહેશે તો મને વારાણસીથી ચૂંટણી લડવામાં ખુશી થશે. આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી શહીદ વસંત કુમારના પરિવારને મળવા માટે પહોંચી હતી. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી બે વાર આ શહીદ પરિવારને મળવાનો કાર્યક્રમ રદ કરી ચુક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે માઓવાદી હુમલાની આશંકાને કારણે તેમને કાર્યક્રમ રદ કર્યો હતો.

શહીદ વસંત કુમાર આદિવાસી સમાજના હતા

શહીદ વસંત કુમાર આદિવાસી સમાજના હતા

કુરમા જનજાતિના શહીદ વસંત કુમાર પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયા હતા. પ્રિયંકા ગાંધી તેમના પરિવાર સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી પોતાના ભાઈ રાહુલ ગાંધી માટે યુપીના અમેઠી અને કેરળના વાયનાડમાં પરસેવો પાડી રહ્યા છે કારણકે રાહુલ ગાંધી બંને સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

ખેડૂતોની વિધવાઓ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે પ્રિયંકા ગાંધી

ખેડૂતોની વિધવાઓ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે પ્રિયંકા ગાંધી

આ પહેલા પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર દરમિયાન વાયનાડમાં આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી ચૂકેલા ખેડૂત પરિવાર સાથે પણ મુલાકાત કરી ચુકી છે. ધ હિન્દૂ મુજબ કેરળમાં છેલ્લા 6 મહિનામાં આર્થિક તંગીને કારણે 25 જેટલા ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે, જેમાંથી 8 ખેડૂતો વાયનાડ જિલ્લાના છે.

English summary
Priyanka Gandhi Vadra meets Pulwama terror attack Martyr's family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X