For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દિરા ગાંધી સાથે તુલના કરતા પ્રિયંકાએ કહ્યુ, તેમની સામે હું કંઈ નથી પરંતુ...

સમર્થકોએ પ્રિયંકાની તુલના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સાથે કરી જેના પર તેમણે કહ્યુ કે હું ઈન્દિરાજી સામે કંઈ નથી પરંતુ જે સેવાની ભાવના તેમના દિલમાં હતી તે મારા દિલમાં છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના કારણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાનો પૂરેપૂરો દમ લગાવી રહી છે. તાબડતોબ રેલી, ચૂંટણી સભાઓ, રોડ શો અને કાર્યકર્તાઓ સાથે બેઠકોનો દોર ચાલુ છે. શુક્રવારે પ્રિયંકા ગાંધીએ કાનપુરમાં રોડ શો કર્યો. પ્રિયંકાએ અહીં કોંગ્રેસ ઉમેદવાર શ્રીપ્રકાશ જયસ્વાલના સમર્થનમાં રોડ શો કર્યો. આ રોડ શો દરમિયાન લોકોને ભારે ભીડ જોવા મળી. રોડ શો દરમિયાન લોકોએ ચોકીદરા ચોરના નારા પણ લગાવ્યા.

Priyanka Gandhi

વળી, સમર્થકોએ પ્રિયંકાની તુલના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સાથે કરી જેના પર તેમણે કહ્યુ કે હું ઈન્દિરાજી સામે કંઈ નથી પરંતુ જે સેવાની ભાવના તેમના દિલમાં હતી તે મારા દિલમાં છે. મારા ભાઈના દિલમાં છે. આ અમારા દિલમાંથી કોઈ ના કાઢી શકે. પ્રિયંકાએ કહ્યુ કે ભાજપ સરકાર કાનપુરને સ્માર્ટ શહેર બનાવવાની હતી પરંતુ હજુ સુધી કંઈ ન થયુ. તેમણે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યુ કે યુવા બેરોજગાર છે અને દેવાના બોજા હેઠળ દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે ભાજપ સરકારને દેખાડાની સરકાર ગણાવી.

પૂર્વી ઉત્તરપ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધીએ રોડ શો દરમિયાન રામાદેવી ચાર રસ્તા પર લોકોને સંબોધિત કર્યા અને કહ્યુ કે અમે અમારા ઘોષણાપત્રમાં ગરીબો માટે 72 હજાર રૂપિયાનું વચન આપ્યુ છે પરંતુ ભાજપ કહી રહી છે કે પૂરતા પૈસા નથી પરંતુ તેમની પાસે ઉદ્યોગપતિઓને આપવા માટે 3017 કરોડ રૂપિયા છે. પ્રિયંકાએ એક પછી એક ભાજપ પર જોરદાર હુમલા કર્યા. વળી, પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સાથે તુલના કરવા પર કહ્યુ કે હું તેમની સામે કંઈ નથી પરંતુ સેવાની ભાવના તેમના દિલમાં હતુ એવી જ મારા દિલમાં છે અને રાહુલ ગાંધીના દિલમાં પણ છે. અમે સેવા કરવા ઈચ્છીએ છીએ અને મોકો આપો.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી કરતા વધુ સારા પ્રધાનમંત્રી હતા દેવગૌડાઃ કુમારસ્વામીઆ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી કરતા વધુ સારા પ્રધાનમંત્રી હતા દેવગૌડાઃ કુમારસ્વામી

English summary
What Priyanka Gandhi Vadra said when supporters compare her with former PM Indira Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X