
પ્રિયંકા ગાંધી અમેઠી કે રાયબરેલી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા
લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે છ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ સાથે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ માટે તૈયારી કરી લીધી છે અને તેમને ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.
પ્રિયંકા ગાંધી અમેઠી કે રાયબરેલી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડે તેવી અટકળો પણ ચાલી છે. જો આવું થશે તો તે ગાંધી પરિવારની વિધાનસભાની ચૂંટણી લડનારી પ્રથમ સભ્ય બનશે. આ અગાઉ ગાંધી પરિવારના તમામ સભ્યો માત્ર લોકસભાની ચૂંટણી લડ્યા છે.

પ્રિયંકા ગાંધીની પ્રથમ પસંદગી અમેઠી છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રથમ પસંદગી અમેઠી વિધાનસભા ક્ષેત્ર છે. કારણ કે આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. જો કે, રાયબરેલીબેઠક પણ કોંગ્રેસનો ગઢ છે, પરંતુ અમેઠી બેઠક પર ભાજપ તરફથી રાહુલ ગાંધીની હારનો બદલો પણ લેવાનો હજૂ બાકી છે.
આ સાથે જ પ્રિયંકા 2024ની લોકસભાચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને પડકારવા માટે અમેઠીમાં લોકસભા ચૂંટણી માટે મેદાન પણ તૈયાર કરશે.

પ્રશાંત કિશોરે પણ પ્રિયંકાને ચૂંટણી લડવાનું સૂચન કર્યું
ભૂતકાળમાં લખનઉની મુલાકાતે આવેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને સલાહકાર સમિતિ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, તેમના ચૂંટણી મેદાનમાં આવવાનાકારણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને નવી તાકાત મળશે.
આ સાથે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ પ્રિયંકા ગાંધીને સૂચવ્યું હતું કે, તેમણે પોતે વિધાનસભા ચૂંટણીમાંમેદાનમાં ઉતરવું જોઈએ. જો કે, પ્રિયંકા ગાંધીએ હજૂ સુધી આ અંગે કોઈ સંકેત આપ્યો નથી કે, તેમને વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં, પરંતુ સૂત્રો કહે છે કે અમેઠીઅને રાયબરેલી બેઠકોનો ડેટા પ્રિયંકા ગાંધીની ઓફિસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

માત્ર અમેઠી અને રાયબરેલી જ કેમ?
અમેઠી અને રાયબરેલી બેઠકો નેહરુ-ગાંધી પરિવારનો પરંપરાગત ગઢ રહ્યો છે, પરંતુ આ દિવસોમાં કોંગ્રેસ પાર્ટી બેઠકોમાં જ બળવો કરી રહી છે. રાયબરેલી શહેરનીબેઠક પરથી કોંગ્રેસના બે ધારાસભ્યો અદિતિ સિંહ અને હરચંદપુરથી રાકેશ સિંહે પક્ષ સામે બળવો કર્યો હતો અને તેમની વફાદારી હવે ભાજપ સાથે છે.
આવા સમયે2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાંથી રાહુલ ગાંધીની હાર બાદ ગાંધી પરિવારનું વર્ચસ્વ ત્યાં ઘટી ગયું છે. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નાદુરસ્તતબિયતને કારણે રાયબરેલીમાં જનતા સાથે ગાંધી પરિવારનો સંપર્ક પણ ઘટ્યો છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી બંને બેઠકો પર કોંગ્રેસ પાર્ટીનો જૂનો વિશ્વાસ પાછોમેળવવા અને લોકો સાથે કોંગ્રેસના સંબંધોને મજબૂત કરવા માંગે છે.

પ્રિયંકા ગાંધી પાર્ટી છોડીને ગયેલા નેતાઓ પરત લાવશે
યુપીની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાને એક વાસ્તવિક વિકલ્પ તરીકે સાબિત કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. જે કારણે પ્રિયંકાગાંધીએ કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં ગયેલા લોકોને પરત લાવવા માટે તમામ પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે,જો જરૂર પડશે, તો તે પોતે તેમને પોતે નેતાઓના ઘરે જશે અથવા તેમની સાથે ફોન પર વાત કરશે.