For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસે ખેલ્યુ બ્રાહ્મણ કાર્ડ, ગાયત્રી અને મધુ ત્રિપાઠીને પાર્ટીમાં કર્યા શામેલ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પણ બ્રાહ્મણ કાર્ડ રમવાનુ શરુ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પણ બ્રાહ્મણ કાર્ડ રમવાનુ શરુ કરી દીધુ છે. પ્રિયંકા ગાંધીએ રાજ્યની બે ચર્ચિત ઘટનાઓ સાથે જોડાયેલા પરિવારને કોંગ્રેસમાં શામેલ કર્યા છે. એક તરફ કાનપુર બિકરુ કાંડમાં આરોપી ખુશી દુબેની મા ગાયત્રી તિવારી અને બીજી તરફ બાંદામાં અમન ત્રિપાઠી હત્યાકાંડ બાદ મા મધુ ત્રિપાઠી ચર્ચામાં છે.

priyanka gandhi

ગાયત્રી ત્રિપાઠી અને મધુ ત્રિપાઠી રાજકીય પક્ષો માટે હાલમાં ઉત્તર પ્રદેશની રાજકારણનુ કેન્દ્ર બની ગયા છે. બધા પક્ષો તેમના દ્વારા બ્રાહ્મણને વોટ બેંક સાધવાની કવાયતમાં લાગી ગયા છે. ત્યાં સુધી કે બસપામાં પણ ખુશી દુબે કેસ બાબતે ભાજપ પર સતત હુમલા થઈ રહ્યા છે. સરકાર આવવા પર પરિવારને ન્યાય અપાવવાની વાત કરી. વળી, વિકાસ દુબે અથડામણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ બસપા સહિત બધા પક્ષોને પાછળ છોડીને કોંગ્રેસે અહીં પહેલા બાજી મારી લીધી છે. કોંગ્રેસ હાલમાં બંને મહિલાઓને પાર્ટામાં શામેલ કરી ચૂકી છે અને જલ્દી તેમને ટિકિટ આપવાની પણ ચર્ચા છે.

40 બ્રાહ્મણોને આપી ટિકિટ

કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાના જૂના બ્રાહ્મણ દલિત મુસ્લિમ ફૉર્મ્યુલા પર કામ કરી રહી છે. આ સાથે તેણે 40 ટકા મહિલાઓની ટિકિટને પણ જોડી દીધી છે. અત્યાર સુધી કોંગ્રેસે 255 સીટો પર ઉમેદવાર જાહેર કર્યા છે. આમાં 40 બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. વળી, 56 ઉમેદવાર દલિત, 49 ઉમેદવાર મુસલનમાન શામેલ છે. આ રીતે કોંગ્રેસે બસપા, સપા અને ભાજપને પણ પડકાર્યા છે. સાથે જ કોંગ્રેસે 104 મહિલાઓને મેદાનમાં ઉતારી છે.

ખુશી દુબેની મા ગાયત્રી કાનપુરથી હોઈ શકે છે ઉમેદવાર

બિકરુ કાંડમાં આરોપી ખુશી દુબે જેલમાં બંધ છે. ખુશીની મા ગાયત્રી તિવારી લાંબી સમયથી દીકરીને મુક્ત કરાવવાના પ્રયત્નમાં લાગેલા છે આ બાબતે બસપા સુપ્રીમો માયાવતીએ ખુલીને ભાજપ પર હુમલા કર્યા હતા. સાથે જ સુપ્રીમ કોર્ટ સુધી ખુશી માટે કેસ લડવાની વાત કહી હતી. ખુશી દુબેનો કેસ રાજ્યમાં બ્રાહ્મણો પર અત્યાચારનો મુદ્દો બની ગયો. ત્યારબાદ સપાએ પણ ગાયત્રી તિવારી સાથે સંપર્ક સાધ્યો. બે દિવસ પહેલા ગાયત્રીના સપા ટિકિટ પર કાનપુરના ગોવિંદનગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાની ચર્ચા હતી. પરંતુ કોંગ્રેસે બસપા અને સપા બંનેના બ્રાહ્મણ વોટ બેંકને સાધવાની આશા પર પાણી ફેરવી દીધી. હવે ગાયત્રી તિવારી, પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત બાદ કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે.

ભાજપનો ગઢ તોડવાની ઈચ્છા

ચર્ચા છે કે હવે કોંગ્રેસ ગોવિંદ નગર વિધાનસભા સીટ પરથી ગાયત્રી તિવારીને ટિકિટ આપી શકે છે. આ સીટ પર લગભગ ગોવિંદ નગર સીટ પર લગભગ 1 લાખ 49 હજાર બ્રાહ્મણ વોટર છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લગભગ 85 હજાર વોટર છે. મુસ્લિમ વોટર 29 હજાર, બઢઈ 32 હજાર, પાલ વોટર 17 હજાર, યાદવ વોટર 16 હજાર, પંજાબી સિંધી 14 હજાર, ક્ષત્રિય અને વૈશ્ય 13-13 હજાર, કુશવાહા લગભગ 11 હજાર આસપાસ છે. આ સીટ પર હજુ ભાજપના સત્યદેવ પચૌરી ફરીથી પેટાચૂંટણીમાં સુરેન્દ્ર મૈથાની ધારાસભ્ય બન્યા. હવે કોંગ્રેસ ગાયત્રી તિવારી દ્વારા ભાજપને એ ગઢમાં હરાવવા માંગે છે.

કોંગ્રેસે ભાજપને આપ્યો દાવ

બાંગામાં 12 ઓક્ટોબર, 2021ના રોજ અમન ત્રિપાઠીની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી. હત્યાકાંડમાં આઠ સગીર શામેલ હતા. અમનની મા મધુ ત્રિપાઠી બાજપના કાર્યકર્તા અને નગરપાલિકા પરિષદ બાંદાના સભ્ય રહી ચૂક્યા હતા. આ ઘટના દરમિયાન ગુનેગારો સામે કાર્યવાહી દરમિયાન તેમણે ઘણુ બધુ સહન કર્યુ. રાજ્યમાં આ ઘટના ચર્ચામાં રહી. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ ખુદ પોતાના વકીલ મધુ ત્રિપાઠીની મદદ માટે મોકલ્યા. બુધવારે પ્રિયકા ગાંધીની હામી બાદ મધુ ત્રિપાઠી કોંગ્રેસમાં શામેલ થઈ ગયા. હવે ચર્ચા છે કે તેમને કોંગ્રેસ બાંદાથી પોતાના ઉમેદવાર બનાવશે.

બસપાની બ્રાહ્મણ વોટ બેંક રાજનીતિ

બસપાને 2007માં બ્રાહ્મણો એક થઈને વોટ આપ્યા અને માયાવતીની સરકાર બની હતી. એ સમયે બ્રાહ્મણ અને દલિત વોટ બેંકે માયાવતીને મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચાડ્યા. ત્યારે લગભગ 86 સીટો પર માયાવતીએ બ્રાહ્મણ ઉમેદવાર ઉતાર્યા હતા. 2022માં માયાવતીનુ પ્લાનિંગ 100 સીટ આસપાસ બ્રાહ્મણ ઉમેદવારને આપવાનુ છે. રાજ્યમાં લગભગ કુલ 13 ટકા બ્રાહ્મણોની વસ્તી છે. માયાવતી વિકાસ દુબેથી લઈને યોગી સરકારમાં સૌથી વધુ બ્રાહ્મણોના અથડામણમાં માર્યા જવાની વાત કરતા આવ્યા છે. આના દ્વારા તે પાછા સત્તાનો પાયો નાખી રહ્યા છે પરંતુ ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ બસપાને પડકારી રહી છે.

English summary
UP Election 2022: Priyanka Gandhi played brahmin card in UP, Madhu Tipathi and Gayatri Tiwari joined Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X