પ્રિયંકાનો મોદી પર હુમલો, તેમનાથી મોટા કાયર અને નબળા પીએમ મે આજ સુધી નથી જોયા
પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં પ્રચાર કરવા માટે પ્રતાપગઢ પહોંચ્યા. રેલીમાં પ્રિયંકાએ મોદી પર જબરદસ્ત હુમલો કર્યો.
17મી લોકસભા માટે થઈ રહેલા મતદાનનું છઠ્ઠા તબક્કાનું મતદાન 12મેના રોજ થવા જઈ રહ્યુ છે. ગુરુવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં પ્રચાર કરવા માટે પ્રતાપગઢ પહોંચ્યા. રેલીમાં પ્રિયંકાએ મોદી પર જબરદસ્ત હુમલો કર્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે આમના (મોદી)થી મોટા કાયર, આમનાથી નબળા પ્રધાનમંત્રી મે આજ સુધી નથી જોયા. રાજકીય શક્તિ મોટા મોટા પ્રચારથી નથી આવતી. ટીવીમાં બતાવવાથી નથી આવતી.

‘રાજકીય શક્તિ એ હોય છે જે એ માને કે જનતા સૌથી મોટી છે'
પ્રિયંકાએ કહ્યુ કે રાજકીય શક્તિ એ હોય છે જે એ માને કે જનતા સૌથી મોટી છે. જનતાની વાત સાંભળવાની શક્તિ, જનતાની સમસ્યાઓ ઉકેલવાની શક્તિ, ટીકાઓ સાંભળવાની શક્તિ, વિપક્ષ દળોની વાત સાંભળવાની શક્તિ. પરંતુ આ પીએમ તમારી વાત સાંભળવાની તો છોડો તમને જવાબ પણ નથી આપતા. પ્રિયંકાએ રેલી સંબોધિત કરતા કહ્યુ કે જ્યારે તમારા ઉમેદવાર તમારી વચ્ચે આવે તો જરૂર પૂછો કે 5 વર્ષમાં અમારા માટે શું કર્યુ? 5 વર્ષ પહેલા જ્યારે ભાજપની સરકાર બની તો વચન આપ્યુ હતુ કે 15 લાખ રૂપિયા આપશે. શું તમને આપ્યા? તેમણે કહ્યુ હતુ કે 2 કરોડ રોજગાર આપશે, તેના બદલે 5 કરોડ રોજગાર ઘટાડી દીધા. તમને કહ્યુ હતુ કે નોટબંધીથી કાળુ નાણુ પાછુ આવશે, કોઈ કાળુ નાણુ પાછુ આવ્યુ નહિ. તમને આ સરકારે છેતરી છે.

પ્રિયંકાએ શાયરી કહીને પ્રિયંકા પર સાધ્યુ નિશાન
યુપીમાં આવારા પશુઓની મુશ્કેલી ઉઠવતા પ્રિયંકાએ કહ્યુ કે ખેડૂત આવારા પશુઓથી પરેશાન છે. આખી આખી રાતો ખેતરોની રખેવાળી કરે છે, 12 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. ભાજપવાળા કહેતા હતા કે ગૌશાળા બનાવશે. મે ફૈઝાબાદમાં જોયુ કે ત્યાં એક વાડો બન્યો છે જેમાં ના તો પાણી હતુ કે ના ચારો હતો. ભાજપના વચનો પર અદમ ગોંડવીનો એક શેર યાદ આવી રહ્યો છે...તુમ્હારી ફાઈલોમે ગાંવ કા મૌસમ ગુલાબી હે, મગર યે આંકડે જૂઠે હે યે દાવા કિતાબી હે.

ભાજપ બે-બે હજારની લૉલીપોપ આપી રહી છે
પ્રિયંકાએ કહ્યુ કે તમે એમને પૂછો કે 15 લાખનું શું થયુ, રોજગારનું શું થયુ તેમની પાસે કોઈ જવાબ નહિ હોય. કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર મિટાવી દેશે પરંતુ આખો દેશ જાણી ગયો છે કે ભ્રષ્ટાચારી કોણ છે, હું એક દિવસ જાહેરાત જોઈ રહી હતી જેમાં આવી રહ્યુ હતુ વિજળીના બિલ પર મારી તલવાર ફરીથી એકવાર મોદી સરકાર. જ્યારે સત્ય એ છે કે માત્ર ઉદ્યોગપતિઓના બિલ પર તલવાર ચલાવી છે. આ દેશના ખેડૂતોના વીમાના પૈસા મોદીજીએ ત્રણ ઉદ્યોગપતિ મિત્રોના ખિસ્સામાં નાખી દીધા છે. હાલમાં જ ભાજપવાળાઓએ ખેડૂત સમ્માન યોજના કાઢી છે, ભાજપ બે-બે હજારની લૉલીપૉપ આપી રહી છે, 5 વર્ષો સુધી તો ખેડૂતોને નકારી દીધા. આ ખેડૂત અપમાન યોજના છે. પ્રિયંકાએ કહ્યુ કે અમે કહ્યુ હતુ કે ખેડૂતોનું દેવુ માફ કરીશુ, અમે કર્યુ. અમે કહ્યુ કે અમે 72 હજાર આપીશુ તો આપીશુ, અમારી સરકાર આવી તો અમે ફૂડપાર્ક શરૂ કરીશુ. જે ખેડૂતો દેવુ ના ભરી શકે તેમને જેલમાં નાખવામાં નહિ આવે. અમે દરેક જિલ્લામાં મિની ફૂડપાર્ક બનાવીશુ.












Click it and Unblock the Notifications
