ભાજપની પ્રિયંકાને સલાહ, કહ્યું પહેલાં કરવો હતો પસ્તાવો
કલકત્તા, 22 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ પીયૂષ ગોયલે પોતાના નિવેદનથી કોંગ્રેસ પર આકારો પ્રહાર કરતાં કહ્યું કે પ્રિયંકા ગાંધીએ ઘણા પહેલાં પસ્તાવો કરવો જોઇતો હતો. તેમને પસ્તાવામાં મોડું કરી દિધું. પ્રિયંકાએ આજે રાયબરેલીમાં રેલી દરમિયાન કહ્યું હતું કે તેમને એ વાતનું ખૂબ દુખ છે જ્યારે લોકો કોઇપણ પુરાવા વિના તેમના પરિવાર વિશે ખોટું બોલે છે.
પીયૂષ ગોયલે એમપણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી જ્યારે વોટોને મેળવવામાં અસફળ રહી તો તેમણે અંતે દાવ ખેલતાં રાયબરેલીની જનતાને 'ઇમોશનલી બ્લેકમેલ' કર્યો. પિયૂષનું કહેવું છે કે જો પ્રિયંકા ગાંધી સાચી છે તો તેમને તે સમયે અફસોસ અને દુખ કરવું જોઇતું હતું જ્યારે તેમની માતા અને અન્ય કોંગ્રેસી લોકો તેમના પતિ વાઢેરાની ખોટી રીતે મદદ કરી રહ્યાં હતા.

પ્રિયંકા ગાંધીને આકરો જવાબ આપતાં પિયૂષે કહ્યું કે કોંગ્રેસ જ્યારે આ વાતને સંપૂર્ણપણે જાણી ગઇ છે કે તે લોકસભા ચૂંટણી 2014 હારનાર છે એટલા માટે હવે તે લોકોને ઇમોશનલી બ્લેકમેલ કરી રહી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર જોતાં કોંગ્રેસે પોતાન હથિયાર મૂકી દિધા છે. એવામાં હવે પ્રિયંકાનો પસ્તાવો અને રાહુલનું ચડીયાપણું ફક્ત એક માત્ર દેખાડો રહી ગયો છે.












Click it and Unblock the Notifications
