GDPને લઇને પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પુછ્યા સવાલ- શુ કોઇ વચનનો મળશે હીસાબ?
આર્થિક મોરચે પહેલેથી જ ટીકાઓનો સામનો કરી રહેલી મોદી સરકારને શુક્રવારે મોટો આંચકો મળ્યો જ્યારે બીજા ક્વાર્ટરમાં જીડીપી ઘટીને 4.5 ટકા થઈ ગયો. જીડીપીના આ આંકડા છેલ્લા 6 વર્ષમાં (26 ક્વાર્ટર્સ)માં સૌથી ઓછા છે. જાન્યુઆરી-માર્ચ 2013 માં આની નીચે જીડીપી 3% હતો. જીડીપીના ઘટતા સ્તરને કારણે કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું.

શું કોઈ વચનનો હીસાબ મળશે ?
જીડીપી વૃદ્ધિ દર અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે 'વાદા તેરા વાદા ... દર વર્ષે 2 કરોડ નોકરીઓ, પાકનો ભાવ બમણો થાય, સારા દિવસો આવે, ભારતનો વિકાસ થશે, અર્થતંત્ર 5 ટ્રિલિયન થશે.' ટ્વીટમાં પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, 'કોઈ વચનનો હિસાબ આપવામાં આવશે? આજે જીડીપી ગ્રોથ 4.5% છે. જે બતાવે છે કે બધા વચનો ખોટા છે. આ સાથે જ પ્રિયંકાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું, કે ભાજપ સરકારની નિષ્ફળતાએ ભારત અને તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે.
|
ભાજપ સરકારે અર્થવ્યવસ્થા બગાડી
આ અગાઉ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પણ જીડીપીના ઘટતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા બહાર આવ્યા પછી મનમોહનસિંહે મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, 'આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે, પરંતુ તેનાથી વધુ આપણા સમાજની હાલની સ્થિતિ ચિંતાજનક છે. કોઈ પણ દેશમાં સમાજ અર્થતંત્રથી અલગ થઈ શકે નહીં. '

મનમોહન સિંહે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું
મનમોહનસિંહે કહ્યું, કે દેશની અર્થવ્યવસ્થામાં ઝડપી મંદી અને આપણા ખેડુતો, યુવાનો અને ગરીબો માટેના વિનાશક પરિણામોને કોઈ પણ નકારી શકે નહીં. આજે જાહેર થયેલા જીડીપીના આંકડા દર્શાવે છે કે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 4.5% છે. આ દેખીતી રીતે અસ્વીકાર્ય છે અને આપણા લોકો અપેક્ષા રાખે છે કે દેશ વાર્ષિક 8-9% ની વૃદ્ધિ કરશે અને તેથી પ્રથમ ક્વાર્ટરમાં 5% ના તીવ્ર ઘટાડા બાદ પછી બીજા ક્વાર્ટરમાં તે ઘટીને 4.5 ટકા થવાની ચિંતા છે.