Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલ વધારા પર પ્રિયંકા ગાંધીએ કર્યુ ટ્વિટ, કહી આ વાત

પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે.

Priyanka Gandhi Vadra News, લખનઉઃ ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરીને કહ્યુ કે, 'ભાજપ સરકારે સપ્તાહના એ દિવસનુ નામ 'સારો દિવસ' કરી દેવુ જોઈએ જે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન થાય.' આ સાથે જ પ્રિયંકા ગાંધીએ એક ફોટો પણ શેર કર્યો જેમાં તેમણે લખ્યુ છે, 'ફરીથી આકાશને આંબતા પેટ્રોલ-ડીઝલના ભાવ.'

Priyanka Gandhi

બાકીના દિવસો તો સામાન્ય જનતા માટે 'મોંઘા દિવસ' છેઃ પ્રિયંકા ગાંધી

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલ વધારા માટે ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે ટ્વિટ કરીને ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, 'ભાજપ સરકારે સપ્તાહના એ દિવસનુ નામ 'સારો દિવસ' કરી દેવુ જોઈએ જે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન થાય.' આ સાથે જ પ્રિયંકા ગાંધીએ એક ફોટો પણ શેર કર્યો જેમાં તેમણે લખ્યુ છે, 'ફરીથી આકાશને આંબતા પેટ્રોલ-ડીઝલના ભાવ.'

12માં દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

વાસ્તવમાં, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહેવા છતાં દેશમાં આજે 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. શનિવારે દિલ્લીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. ત્યારબાદ દિલ્લીમાં આજે પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. વળી, ડીઝલમાં પણ 37 પૈસાનો વધારો થયો છે ત્યારબાદ ડીઝલની કિંમત 80.97 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે. ભારતમાં છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ 3.28 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે અને ડીઝલ છેલ્લા 12 દિવસમાં 3.49 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. દિલ્લીમાં આ પહેલા પેટ્રોલ ક્યારેય પણ 90ને પાર નથી ગયુ અને ડીઝલ પણ. આ સમયે લગભગ દરેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X