ટૂલકિટ મામલોઃ દિશા રવિના સમર્થનમાં પ્રિયંકા ગાંધીનુ ટ્વિટ, લખ્યુ - ડરે છે બંદૂકોવાળા એક નિશસ્ત્ર છોકરીથી
Priyanka Gandhi On Disha Ravi: દિલ્લીમાં ખેડૂતોનુ આંદોલન છેલ્લા 82 દિવસોથી ચાલુ છે. કૃષિ કાયદાને પાછો લેવા અને એમએસપી પર કાયદો બનાવવાની માંગ માટે ખેડૂતો અડગ છે. એવામાં આંદોલન દરમિયાન સામે આવેલ ટૂલકિટ મામલે દિલ્લી પોલિસની સાઈબર સેલે 13 ફેબ્રુઆરીએ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી હતી. તેના પર ખાલિસ્તાન મૂવમેન્ટને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો છે. દિશાની ધરપકડ બાદ આ મામલે રાજકારણ શરૂ થઈ ગયુ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મામલે ટ્વિટ કરીને સરકાર પર નિશાન સાધ્યુ છે.
ટૂલકિટ મામલે ધરપકડ કરવામાં આવેલી 21 વર્ષની એક્ટિવિસ્ટ દિશા રવિના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શાયરાના અંદાજમાં સરકાર પર કટાક્ષ કરીને ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, 'ડરે છે બંદૂકોવાળા એક નિઃશસ્ત્ર છોકરીથી, ફેલાયા છે હિંમતના અજવાળા એક નિશસ્ત્ર છોકરીથી'. વળી, આ પહેલા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યુ કે 21 વર્ષની છોકરી દિશા રવિની ધરપકડ ભારતીય લોકતંત્ર પર હુમલો છે. શું આ દેશમાં ખેડૂતોનુ સમર્થન કરવુ ગુનો છે.
डरते हैं बंदूकों वाले एक निहत्थी लड़की से
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 15, 2021
फैले हैं हिम्मत के उजाले एक निहत्थी लड़की से#ReleaseDishaRavi #DishaRavi#IndiaBeingSilenced
ઉલ્લેખનીય છે કે ગયા ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન રાજધાની દિલ્લીમાં જોરદાર હિંસા થઈ. ત્યારબાદ રિહાના, પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, મિયા ખલિફા સહિત ઘણી હસ્તીઓએ આ આંદોલનનુ સમર્થન કર્યુ. આ દરમિયાન ગ્રેટાએ ભૂલથી આંદોલન સાથે જોડાયેલ એક ટુલકિટ શેર કરી દીધુ હતુ. જો કે બાદમાં તેણે તેને ડિલીટ કરી દીધુ. દિલ્લી પોલિસ આ ટૂલકિટને હિસા ભડકાવનાર માની રહી છે. સાથે જ આમાં શામેલ લોકોની ધરપકડનો પણ સિલસિલો શરૂ થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે દિશા રવિની ધરપકડ બાદ રવિવારે દિલ્લી પોલિસે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. પોલિસના જણાવ્યા મુજબ આ ટૂલકિટ મામલા દ્વારા ભારતમાં ખાલિસ્તાન મૂવમેન્ટને ફરીથી જીવંત કરવાની કોશિશ કરવામાં આવી. આ ઉપરાંત તેમને દિશાના ખાલિસ્તાન સમર્થક પૉએટીક જસ્ટીસ ફાઉન્ડેશન સાથે દેશ વિરોધી પ્રચાર કરવાની માહિતી મળી હતી. જેના કારણે દિશાએ ટૂલકિટનુ ગૂગલ ડૉક્યુમેન્ટ બનાવ્યુ અને તેને વાયરલ કર્યુ. જો કે દિશાનુ કહેવુ છે કે તેણે ટૂલકિટની બે લાઈનોને એડિટ કરી છે જ્યારે પોલિસનુ માનવુ છે કે ઘણા વાર તેને એડિટ કરવામાં આવી.
ટૂલકિટનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ પણ આંદોલનને આગળ વધારવા માટે થતો હોય છે એટલે કે તમે આનો આંદોલનનો હિસ્સો માની શકો છો. પહેલા તો દિવાલો પર પોસ્ટર લગાવીને કે કાગળો વહેંચીને લોકોને આંદોલનની માહિતી આપવામાં આવતી હતી પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે સોશિયલ મીડિયા દ્વારા બધી માહિતીને શેર કરવામાં આવે છે. ટૂલકિટમાં જણાવવામાં આવે છે કે તમે આંદોલનના સમર્થનમાં શું લખી શકો છો, કયા હેશટેગ ઉપયોગ થશે. કયા સમયે કેવુ ટ્વિટ કરવાથી આંદોલનને ફાયદો થશે. આ ટૂલકિટનો ઉપયોગ આંદોલનકારી જ નહિ પરતુ રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠન પણ કરે છે.
કૃષિ કાયદામાં ક્યાંય નથી લખ્યુ કે MSP-મંડી સિસ્ટમ ચાલુ રહેશે