For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુર ખીરી વિવાદઃ યૂથ કોંગ્રેસનો દાવો - 'હરગાંવમાં પ્રિયંકા ગાંધી થયા અરેસ્ટ'

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુરમાં જે રીતે હોબાળો થયો ત્યારબાદ રાજ્યમાં રાજકીય પારો ઘણો હાઈ થઈ ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મોડી રાતે લખનઉ પહોંચ્યા અને ત્યાંથી લખીમપુર માટે રવાના થઈ ગયા. પરંતુ લખીમપુર પહેલા સીતાપુરમાં પોલિસે તેમને રોકી લીધા. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને સીતાપુરના હરગાંવમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યાંથી તેમને સીતાપુરના જ ગેસ્ટ હાઉસમાં હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા પ્રિયંકા ગાંધીની પોલિસ અધિકારીઓ સાથે બોલાચાલી થઈ ગઈ.

priyanka

સરકાર ખેડૂતોને કચડવાની રાજનીતિ કરી રહી છે

પ્રિયંકા ગાંધીને જ્યારે પોલિસે રોકવાની કોશિશ કરી તો તેમણે પોલિસની જોરદાર ક્લાસ લીધી. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે જે રીતે આ દેશમાં ખેડૂતોને કચડવામાં આવી રહ્યા છે તેના માટે શબ્દો નથી, ઘણા મહિનાઓથી ખેડૂતો પોતાના અવાજ ઉઠાવી રહ્યા છે તેમની સાથે ખોટુ થઈ રહ્યુ છે, સરકાર સાંભળવા માટે રાજી નથી. આજે જે થયુ છે તે દર્શાવે છે કે સરકાર ખેડૂતોને કચડવા માટે રાજનીતિ કરી રહી છે, ખેડૂતોને ખતમ કરવાની રાજનીતિ કરી રહી છે. આ દેશ ખેડૂતોનો દેશ છે, આ ભાજપની વિચારધારાની જાગીર નથી. ખેડૂતોનો દેશ છે, ખેડૂતોએ બનાવ્યો છે, ખેડૂતોએ સીંચ્યો છે. સરકાર-પોલિસ નૈતિક અધિકાર ગુમાવી ચૂકી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે જ્યારે બળ પ્રયોગ કરવો પડે છે તેનો અર્થ છે કે નૈતિક અધિકાર સરકાર અને પોલિસ ગુમાવી ચૂકી છે. હું પોતાના ઘરેથી નીકળીને કોઈ ગુનો કરવા નથી જઈ રહી. હું માત્ર એ પીડિતોના પરિવારને મળવા જઈ રહી છે, તેમના આંસુ લૂછવા જઈ રહી છુ, આમાં શું ખોટુ છે, શું ખોટુ કરી રહી છુ અને કરી રહી હોય તો તમારી પાસે ઑર્ડર હોવો જોઈએ, વૉરંટ હોવો જોઈએ. હું સીઓને બોલાવી રહી છુ તો તે છૂપાઈ રહ્યા છે, જો તે સાચુ કામ કરી રહ્યા છે તો છૂપાઈ કેમ રહ્યા છે.

શું સમજે છે અમને પણ રોકી લેશે

જે રીતે પોલિસ અધિકારીઓ પ્રિયંકા ગાંધીને રોકવાની કોશિશ કરી રહ્યા હતા તેનાથી પ્રિયંકા ઘણી નારાજ હતી અને તેમણે કહ્યુય કે હું એ લોકોથી જરૂરી નથી. મને ઑર્ડર બતાવો, મને વૉરન્ટ બતાવો, જો નથી તો તમને લોકોને કોઈ હક નથી. શું સમજો છો, લોકોને મારી શકો છો, ખેડૂતોને કચડી શકો છો તો શું સમજો છો, અમને પણ રોકી લેશો. તમને લોકોને કોઈ હક નથી કે અમને રોકો. પ્રિયંકાએ કહ્યુ કે જો તમારી પાસે વૉરન્ટ હોય તો મને હાથકડી લગાવો અને લઈ જાવ.

જાવ વૉરન્ટ લઈને આવો

પોલિસ પર પ્રહાર કરીને પ્રિયંકાએ કહ્યુ કે અમે અહીં માત્ર ચાર લોકો છે, અમે કલમ 144નુ ઉલ્લંઘન પણ નથી કરી રહ્યા. વૉરન્ટ કાઢો અથવા મને જણાવો કે કયા આધાર પર મને હટાવી રહ્યા છો, નહિ તો હું અહીંયાથી નહિ હટુ, હું તમારા બધા પર ચાર્જ લગાવીશ. જો મને એ ગાડીમાં બેસાડી તો કિડનેપિંગનો ચાર્જ લગાવીશ. અમને જબરદસ્તી ઘેરી રહ્યા છો, આમાં તમારા પર અપહરણ, શોષણની કોશિશનો કેસ થશે. પોતાના મંત્રીઓ અને અધિકારીઓ પાસે જઈને વૉરન્ટ લઈને આવો. મહિલાઓને આગળ ના કરો, તમારા રાજ્યમાં કાયદો નહિ હોય પરંતુ દેશમાં કાયદો છે. મને અહીં જબરદસ્તીથી ઢસડીને લાવ્યા છો તમે.

English summary
Priyanka Gandhi Vadra burst on UP police put in house arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X