સોનભદ્ર નરસંહારઃ મૃતકોના પરિજનોને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને પોલિસે કસ્ટડીમાં લીધા
પ્રિયંકા ગાંધી સોનભદ્ર જતી વખતે 25 કિલોમીટર પહેલા નારાયણ પોલિસ ચોકી પર પ્રશાસન તેમને રોકી લીધા છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શુક્રવારે સોનભદ્ર જિલ્લામાં થયેલા નરસંહારમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળવા વારાણસી પહોંચ્યા. અહીં ઘાયલોના પરિવારજનોની મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી સોનભદ્ર જતી વખતે 25 કિલોમીટર પહેલા નારાયણ પોલિસ ચોકી પર પ્રશાસન તેમને રોકી લીધા છે. પોલિસ દ્વારા રોકવા પર પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે મને કોઈ કાયદા હેઠળ રોકવામાં આવી. આ દરમિયાન પ્રિયંકા ગાંધી ત્યાં જ ધરણા પર બેસી ગયા. ત્યારબાદ પોલિસે તેમને કસ્ટડીમાં લઈ લીધા અને ચુનાર કિલ્લાના ગેસ્ટ હાઉસમાં લઈ ગયા.

પોલિસે લીધા કસ્ટડીમાં
પ્રશાસને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓને કસ્ટડીમાં લઈ લીધા છે. કહેવામાં આવી રહ્યુ છે કે સોનભદ્રના મૂર્તિયા ગામમાં કલમ 144 લાગેલી છે. કસ્ટડીમાં લીધા બાદ પ્રિયંકા ગાંધીને ચુનાર ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવે કહ્યુ કે મને ખબર નથી કે ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે પરંતુ તે જ્યાં લઈ જાય ત્યાં અમે જવા માટે તૈયાર છે. પરંતુ અમે ઝૂકીશુ નહિ. હાલમાં પ્રિયંકાને ચુનાર ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા પ્રિયંકા સવારે 9.40 વાગે વારાણસી પહોંચ્યા બાદ ટ્રોમા સેન્ટરમાં ગયા. જ્યાં તેમણે સોનભદ્રના ઘોરાવળ પોલિસ સ્ટેશન વિસ્તારના ઘુમ્મા ગોળીકાંડમાં ઘાયલ થયેલા લોકોના ખબર પૂછ્યા.

મૃતકોના પરિજનોને મળવા વારાણસી પહોંત્યા પ્રિયંકા
સોનભદ્ર જિલ્લામાં 17 જુલાઈએ જમીન વિવાદ માટે થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિજનોને મળવા આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસી પહોંચ્યા. નક્કી સમય મુજબ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે સવારે સાડા નવ વાગે વારાણસી લાલ બહાદૂર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચવાનુ હતુ પરંતુ તે 45 મિનિટ મોડી પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી સોનભદ્ર જતા પહેલા લગભગ 11 વાગે બીએચયુના ટ્રોમા સેન્ટરમાં જઈને ત્યાં સોનભદ્ર હત્યાકાંડમાં ગંભીર રીતે ઘાયલ લોકો અને તેમના પરિવારજનોને મળ્યા જેમનો અહીં ઈલાજ ચાલી રહ્યો છે.

શું છે કેસ
17 જુલાઈના રોજ સોનભદ્રના ઘોરાવળ પોલિસ સ્ટેશન વિસ્તારના મૂર્તિયા ગામમાં જમીનના કબ્જા માટે ફાયરિંગ થયુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે જે 100 એકર જમીન માટે આ ખૂની તાંડવ થયુ તે ગ્રામ પ્રધાન યજ્ઞ દત્તે એક આઈએએસ અધિકારી પાસેથી ખરીદી હતી પરંતુ ગામ લોકો આ જમીન પર કબ્જો છોડવા માટે તૈયાર નહોતા. તેમનુ કહેવુ હતુ કે તે લાંબા સમયથી આના પર કામ કરી રહ્યા હતા. આરોપ છે કે બુધવારે બપોર ગ્રામ પ્રધાન યજ્ઞ દત્તના લોકો 15થી 20 ટ્રેક્ટર ભરીને આવ્યા અને તેમણે ગામલોકો પર હુમલો કરી દીધો. તેમના પર બંદૂક તાકી દીધી અને તાબડતોબ ગોળીઓ ચલાવવા લાગ્યા. આ ખૂની સંઘર્ષમાં 10 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા હતા.

ગ્રામ પ્રધાન સહિત 27 આરોપીની ધરપકડ
આ કેસમાં પોલિસે મુખ્ય આરોપી ગ્રામ પ્રધાન યજ્ઞદત્ત ભોર્તિયા સહિત અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલિસે હત્યાના આરોપીઓ પાસેથી પાંચ લાયસન્સી બંદૂકો જપ્ત કરી છે. સાથે છ ટ્રેક્ટર પણ કબ્જામાં લીધા છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પાંચ ટીમો રવાના કરી દેવામાં આવી છે. પોલિસની માનીએ તો આ નરસંહારમાં 28 નામ સાથે અને 50 અજ્ઞાત આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.












Click it and Unblock the Notifications
