મહિલા બિકિની પહેરે, ઘુંઘટ કરે, જીન્સ પહેરે કે હિજાબ એ એનો અધિકારઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને હિજાબ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

નવી દિલ્લીઃ કર્ણાટકના ઉડુપીમાં જે રીતે કૉલેજમાં હિજાબ પહેરવા પર છાત્રાઓને ક્લાસમાં આવવાથી રોકવામાં આવી ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી ગયો. એક તરફ જ્યાં છાત્રાઓ હિજાબ પહેરવાને લઈને કૉલેજ પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે ત્યાં બીજી તરફ અમુક છાત્રો ભગવો ગમછો પહેરીને હિજાબનો વિરોધ કરી રહ્યા છે અને જય શ્રીરામના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Priyanka Gandhi

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે કોઈ બિકિની પહેરે, ઘૂંઘટ કરે કે પછી જીન્સ પહેરે કે હિજાબ પહેરે એ મહિલાનો અધિકાર છે કે તે જાતે નિર્ણય કરે કે તે શું પહેરવા માંગે છે. આપણા દેશના બંધારણે આ ગેરેન્ટી આપી છે. મહિલાઓને હેરાન કરવાનુ બંધ કરો. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ હેશ ટેગ 'લડકી હુ, લડ શકતી હુ' લખ્યુ. નોંધનીય વાત એ છે કે આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં છે અને કોર્ટે મંગળવારે આ કેસની સુનાવણી કરીને કહ્યુ કે અમે ભાવનાઓ અને જૂનુન પર ચુકાદો નહિ આપીએ. દેશનુ બંધારણ જ અમારા માટે ભગવત ગીતા છે.

વાસ્તવમાં કર્ણાટકની અમુક કૉલેજોમાં હિજાબ માટે પ્રદર્શન શરુ થયુ જેને લઈને મોટો વિવાદ ઉભો થઈ ગયો. ઘણી જગ્યાએ પત્થરબાજીની ઘટનાઓ પણ સામે આવી. આ મામલે એક વાર ફરીથી કોર્ટમાં સુનાવણી થશે. મુસ્લિમ છાત્રાઓ માંગ કરી રહી છે કે તેમને ક્લાસની અંદર હિજાબ પહેરવાની અનુમતિ આપવામાં આવે. છાત્રોનુ કહેવુ છે કે આ માત્ર એક કપડાનો ટૂકડો નથી. અમે આને બાળપણથી પહેરતા આવ્યા છીએ. વળી, છાત્રાઓના આ આંદોલનને કોંગ્રેસ પોતાનુ સમર્થન આપી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્રારમૈયા, રાહુલ ગાંધી, શશિ થરુરે પણ છાત્રાઓનુ સમર્થન કર્યુ.

આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ હતુ કે છાત્રાઓના શિક્ષણની વચમાં હિજાબને લાવીને આપણે તેમના ભવિષ્યને ખરાબ કરી રહ્યા છે. આનાથી ભારતની દીકરીઓનુ ભવિષ્ય જોખમમાં પડશે. મા સરસ્વતી આપણને સહુને જ્ઞાન આપે. તે આપણામાં ભેદભાવ નથી કરતા. આ સમગ્ર વિવાદનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બુરખામાં એક છાત્રાને અમુક યુવકો ઘેરી લે છે અને તેનો વિરોધ કરે છે અને જય શ્રી રામના નારા લગાવે છે. જ્યારે છાત્રા અલ્લાહુ અકબર કહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X