For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદમાં તેલંગાણા સમર્થકોએ કર્યો વિધાનસભા ભવન પર ચઢવાનો પ્રયાસ

|
Google Oneindia Gujarati News

trs-hyderabad
હૈદરાબાદ, 14 જૂન : હૈદરાબાદમાં તેલંગાણા સમર્થકોએ બોલાવેલી 'ચલો એસેમ્બ્લી' રેલી દરમિયાન અંદાજે 50 કાર્યકર્તાઓએ વિધાનસભાની બહારના સુરક્ષાચક્રને તોડીને વિધાનસભા પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ વિધાનસભાની અંદર તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)ના નેતાઓએ વિધાનસભા ભવન પર ચઢીને કાળો ઝંડો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણોથી આંધ્ર પ્રદેશ વિધાનસભાને સોમવાર સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે તેલંગાણા જોઇન્ટ એક્શન કમિટીને આ રેલી કાઢવાની ના કહી દીધી હતી. વર્તમાન સમયમાં આંધ્ર પ્રદેશ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તેલંગાણા જોઇન્ટ એક્શન કમિટીના કાર્યકરોએ વિધાનસભામાં જઇને મુખ્યમંત્રી, સ્પીકર અને તેલંગાણા સમર્થક ધારાસભ્યોને અરજી આપવા માંગતા હતા કે જેથી વિધાનસભા સત્ર દરમિયાન અલગ રાજ્ય માટે સદનમાં દરખાસ્ત લાવી શકાય.

રાજ્ય સરકારે સ્થિતિ જોઇને વિધાનસભાની કિલ્લેબંધી કરી દીધી હતી. આંદોલનને જોતા રાજ્યના 10,000 પોલીસકર્મીઓ અને કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 20 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. દેખાવો માટેની અનુમતી નકારવામાં આવી ત્યાર બાદ પોલીસે પ્રવેશ દ્વારો પાસે વાહનોની તપાસ શરૂ કરી દીધી હતી, જેથી પ્રદર્શનકારીઓને શહેરમાં પ્રવેશ કરતા અટકાવી શકાય.

આ સાથે હવે પોલીસે ચેકિંગ વધારી દીધું છે. કારણ કે પોલીસને માહિતી મળી છે કે માઓવાદીઓ પણ પ્રદર્શનકારીઓ સાથે સામેલ થઇ શકે છે. વિવિધ રાજકીય દળોના નેતાઓ સહિત તેલંગાણા સમર્થક વિવિધ કાર્યકરોને સાવચેતીના પગલારૂપે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

English summary
Pro Telangana leaders tried to climb assembly building in Hyderabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X