પીએમ મોદીની સુરક્ષામાં ચુક મુદ્દે પંજાબ સરકાર એક્શનમાં, અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ

હાલ જવાબદાર અધિકારીઓ સામે ચાર્જશીટ તૈયાર કરવા મુખ્યમંત્રીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી ભગવંત માનની મંજુરી બાદ સંબંધિત અધિકારીઓને સાંભળવામાં આવશે અને તેમનો પક્ષ જાણવામાં આવશે.

PM Modi

નવી દિલ્હી : પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચુક મુદ્દે હવે પંજાબ સરકારે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે પંજાબ સરકારે દેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ મોકલી દીધો છે. પંજાબ સરકારના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી તપાસ રિપોર્ટના આધારે પંજાબ સરકારે 9 અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. જેને ઔપચારિકતા પૂરી કર્યા બાદ અંતિમ સ્વરૂપ અપાશે.

હાલ જવાબદાર અધિકારીઓ સામે ચાર્જશીટ તૈયાર કરવા મુખ્યમંત્રીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી ભગવંત માનની મંજુરી બાદ સંબંધિત અધિકારીઓને સાંભળવામાં આવશે અને તેમનો પક્ષ જાણવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, અઠવાડિયા પહેલા કેન્દ્ર સરકારે પંજાબ સરકારના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને પત્ર લખીને સંબંધિત અધિકારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ આપવા જણાવ્યું હતું.

પીએમ મોદીની સુરક્ષામાં ચુકની ઘટના ગયા વર્ષે જાન્યુઆરી મહિનાની છે. ખેડૂતોના આંદોલન સમયે પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચુક થઈ હતી. ત્યારબાદ આ મામલે તપાસ શરૂ થઈ હતી અને હવે કાર્યવાહી શરૂ કરાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X