ભારત રત્ન પ્રણવ મુખર્જીઃ ઈન્દિરાથી સંઘના મુખ્યાલય સુધી જવાની સફર
70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત દેશની ત્રણ મહાન હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી નવાજવાની ઘોષણા કરી છે.
70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત દેશની ત્રણ મહાન હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી નવાજવાની ઘોષણા કરી છે. બે અન્ય લોકો, મહાન ગાયક ભૂપેન હજારિકા અને સમાજસેવી અને તેના નાનાજી દેશમુખને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો.
પ્રણવ મુખર્જી દેશના અમુક ચૂંટાયેલા નેતાઓમાંના એક છે જેમને માત્ર સત્તાપક્ષ જ નહિ પરંતુ વિપક્ષી દળોના નેતાઓ તરફથી પણ સમ્માન મળ્યુ. તેમનુ સમગ્ર રાજકીય કેરિયર કોંગ્રેસ પાર્ટીમાં રહ્યુ જ્યાં તેમણે સાંસદ, ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોમાં મંત્રી અને બાદમાં રાષ્ટ્રપતિ સુધીની સફર પસાર કરી. જો કે રાષ્ટ્રપતિ પદથી રિટાયર થયા બાદ કોંગ્રેસના વિચાર વિરોધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વાર્ષિક સમારંભમાં શામેલ થઈને તેમણે ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયમાં મુખર્જીના જવા અને રાષ્ટ્રવાદ પર તેમના સંબોધનને દેશના સમકાલીન ઈતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના ગણાવી. જો કે કોંગ્રેસ પાર્ટી શરૂમાં તેમના સંઘ મુખ્યલાયમાં જવા પર કંઈક અસહજ જોવા મળી પરંતુ બાદમાં રાષ્ટ્રવાદ પર પ્રણવના ભાષણને પાર્ટીએ સંઘ માટે એક સલાહ ગણાવી.

મોદી અને પ્રણવની કેમેસ્ટ્રી
13માં રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થયો હતો. સંસદના સેન્ટ્રલ હોલમાં જ્યારે સાંસદોએ પ્રણવ મુખર્જીને ફેરવેલ આપી હતી. તે દરમિયાન પ્રણવ મુખર્જીએ પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી હતી અને પોતાના રાજકીય ગુરુને પણ યાદ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદી, કોંગ્રેસમાં પોતાના પૂરા રાજકીય કેરિયર વીતાવનાર પ્રણવ મુખર્જીની રાજકીય સમજ અને બુદ્ધિમત્તાની હંમેશા પ્રશંસા કરતા રહ્યા છે. અને એવુ પહેલા પણ માનવામાં આવી રહ્યુ હતુ કે 2019ની ચૂંટણી પહેલા સરકાર આ પ્રકારની કોઈ મોટી ઘોષણા કરી શકે છે.

પરિવાર અને અભ્યાસ
પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. બીરભૂમના સૂરી વિદ્યાસાગર કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્વ કરી બાળપણમાં પ્રણવ દાને બધા પ્રેમથી પોલટુ બોલાવતા હતા. પ્રણવદાએ બીરભૂમમાં સૂરી વિદ્યાસાગર કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. પ્રણવ મુખર્જીએ કોલકત્તા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએ અને ડેપ્યુટી અકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં ક્લર્ક હતા. ત્યારબાદ તે 1963માં વિદ્યાનગર કોલેજમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર પણ રહ્યા.

રાજકીય કેરિયર
1969માં તે અજય મુખર્જીની અધ્યક્ષતાવાળી બાંગ્લા કોંગ્રેસમાં શામેલ થયા ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની નજર તેમના પર પડી. ત્યારબાદ પ્રણવે પાછુ વળીને જોયુ નથી. તે જુલાઈ 1969માં પહેલી વાર રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા. પ્રણવ મુખર્જી ફેબ્રુઆરી 1973માં પહેલી વાર કેન્દ્રીય મંત્રી બન્યા હતા. 13 નંબરથી પ્રણવદાનો ખાસ સંબંધ છે. તે 13માં રાષ્ટ્રપતિ છે. 13 નંબરનો બંગલો છે દિલ્લીમાં. 13 તારીખે આવે છે લગ્નતિથિ. આટલુ જ નહિ 13 જૂને જ રાષ્ટ્રપતિ પદ માટે મમતાએ પ્રણવું નામ મૂક્યુ હતુ. 1996થી લઈને 2004 સુધી કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર રહી. 2004માં યુપીએની સત્તામાં કમબેક થયુ અને પ્રણવ મુખર્જી કેન્દ્રીય મંત્રી બન્યા. પ્રણવ મુખર્જીએ પહેલી વાર જુલાઈ 1969માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ તે 1975,, 1981, 1993 અને 1999માં રાજ્યસભા માટે ચૂંટાયા. તે 1980થી 1985 સુધી રાજ્યમાં સંસદના નેતા પણ રહ્યા. મુખર્જીને મે 2004માં લોકસભાની ચૂંટણી જીતી. પ્રણવદાએ અમુક સમય પત્રકારત્વ પણ કર્યુ.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
