ભારતનું સૌથી મોટા રસી ઉત્પાદકોમાં એક હોવું એ ગર્વની વાત : CJI રમન્ના
ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ શુક્રવારે કહ્યું હતું કે, આજે ભારત વિશ્વભરમાં રસી બનાવતા મુખ્ય દેશોમાંનો એક છે. આપણે રસીઓ, દવાઓ, સોફ્ટવેર અને અન્ય ઉત્પાદનોના અગ્રણી નિકાસકારોમાંના એક પણ છીએ.
નવી દિલ્હી, 26 નવેમ્બર : ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ શુક્રવારે કહ્યું હતું કે, આજે ભારત વિશ્વભરમાં રસી બનાવતા મુખ્ય દેશોમાંનો એક છે. આપણે રસીઓ, દવાઓ, સોફ્ટવેર અને અન્ય ઉત્પાદનોના અગ્રણી નિકાસકારોમાંના એક પણ છીએ. તે બધા માટે ગર્વની વાત છે. જે રીતે ભારતમાં મૂળ ધરાવતા લોકો વિશ્વની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓનું નેતૃત્વ કરી રહ્યા છે તે આપણને ગર્વ આપે છે. CJI રમન્નાએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત બંધારણ દિવસના કાર્યક્રમમાં બોલતા આ વાત કહી હતી.

ચીફ જસ્ટિસે કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ વિધાનસભા અને કારોબારીના સંબંધમાં જવાબદારીને અભિન્ન અંગ બનાવી છે. તેઓએ ઇરાદાપૂર્વક ન્યાયતંત્રને અલગ પગથિયાં પર મૂકવાનું નક્કી કર્યું. તેમને એ લોકો પર સંવિધાન કાયમ રાખવાનો ભરોષો હતો જે કોર્ટમાં ન્યાયાધીશોના આસન પર બેસશે.
ભારતના ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું કે, ભારતીય બંધારણની સૌથી મહત્વની વિશેષતા એ છે કે તે ચર્ચા માટે એક ફ્રેમવર્ક આપે છે. આજે હું એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે પોતાના જીવનનું બલિદાન આપીને આ બંધારણ ઘડ્યું હતું. સ્વતંત્ર ભારતની નાગરિકતાની ઉજવણી કરવી પણ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં સંવિધાનને લઈને સતત ચર્ચાઓ છેડાઈ રહ્યી છે ત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની આ બાબતને મહત્વની માનવામાં આવે છે. અહીં એ વાત જણાવવી આવશ્યક છે કે મોદી સરકાર પર સતત બંધારણને ન માનવાનો આરોપ લાગી રહ્યો છે.












Click it and Unblock the Notifications
