પુલવામા આતંકી હુમલોઃ જૈશના આ આતંકી આદિલે લીધો CRPFના 20 જવાનોના જીવ
કાશ્મીર ઘાટીમાં ગુરુવારે એક મોટા આત્મઘાતી આતંકી હુમલાએ સુરક્ષા એજન્સીઓને હલાવી દીધી છે.
કાશ્મીર ઘાટીમાં ગુરુવારે એક મોટા આત્મઘાતી આતંકી હુમલાએ સુરક્ષા એજન્સીઓને હલાવી દીધી છે. જૈશ-એ-મોહમ્મદના આતંકી આદિલ અહેમદ ઉર્ફે વકાસે કાર બોમ્બથી CRPFના કાફલાને નિશાન બનાવ્યો. આ હુમલામાં અત્યાર સુધી 26 જવાન શહીદ થઈ ગયા છે. લગભગ 45 જવાન ઘાયલ છે અને તેની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. જે કાફલાને નિશાન બનાવ્યા છે તેમાં લગભગ 2500 જવાન સફર કરી રહ્યા હતા. આ બધા જવાન જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. જૈશએ આ હુમલા સાથે સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે.

2018 માં શામેલ થયો જૈશમાં
જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી જાણકારી આપવામાં આવે છે કે હુમલાને જૈશના આતંકી આદિલ અહેમદ ડાર ઉર્ફે વકાસે અંજામ આપ્યો. આદિલ પુલવામાના રહેવાસી હતી અને અહીંના કાકાપોરાથી આવતા હતા. આદિલ વર્ષે 2018માં જ જૈશથી જોડાયેલા હતા. CRPF જવાનોને લઈને જે બસ રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે રસ્તા પર પહેલેથી જ સ્કોર્પિયો ઉભી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ગાડીમાં 350 કિલોગ્રામ વિસ્ફોટક હતુ. જૈશે આદિલને પોતાનો કમાન્ડો બતાવ્યો છે અને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે તેણે ખૂબ બહાદૂરીથી પોતાનુ મિશન પૂરુ કર્યુ.

હુમલા બાદ આવ્યો વીડિયો
હુમલા બાદ આદિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં આદિલ કાશ્મીરી મુસલમાનો પર થતા અત્યાચારો વિશે જણાવી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે તેણે આ વીડિયો પુલવામામાં પોતાનુ સુસાઈડ મિશન પૂરુ કરતા પહેલા જ શૂટ કર્યુ છે. વીડિયોમાં આદિલને પોતાની રાઈફલ્સને સાફ કરતા અને જૈશના બેનર્સ સામે ઉભેલો જોઈ શકાય છે. જૈશના પ્રવકતા મોહમ્મદ હુસેને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે આ હુમલામાં CRPFની એક ડઝન ગાડીઓ તબાહ થઈ છે.

જૈશે લીધો બદલો!
આ હુમલાને જૈશ તરફથી લેવામાં આવેલ હુમલો મંગળવારે થયેલ એનકાઉન્ટરનો જવાબ પણ માનવામાં આવી રહ્યો છે. પુલવામાના રાત્નીપોરા વિસ્તારમાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ જૈશના એક આતંકીને ઢાળી દીધા હતા. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યુ છે કે કોઈ પણ શબ્દ આ હુમલાની ભયાવહતાને ઓછી નહિ કરી શકે. આ સાથે તેમણે સવાલ ઉઠાવ્યો કે આ રીતે હજુ કેટલી વધુ જિંદગીઓને અલવિદા કહેવી પડશે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
