For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામાઃ જૂઠ્ઠા છે પાક પીએમ ઈમરાન, હુમલા પહેલા પેશાવરમાં મસૂદે કરી હતી રેલી

ઈન્ડિયા ટુડે તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર હુમલાના એક સપ્તાહ પહેલા પાકિસ્તાન તરફથી જૈશ એ મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને એક રેલી માટે સુરક્ષા આપવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલામાં હવે એક નવી વાત સામે આવી રહી છે. ઈન્ડિયા ટુડે તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર હુમલાના એક સપ્તાહ પહેલા પાકિસ્તાન તરફથી જૈશ એ મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને એક રેલી માટે સુરક્ષા આપવામાં આવી હતી. અઝહરે પાક પોલિસની કડક સુરક્ષા વચ્ચે આ રેલીનું આયોજન કર્યુ હતુ. આ નવા ખુલાસાથી પાક પીએમ ઈમરાન ખાનનું જૂઠ સામે આવી ગયુ છે. મંગળવારના રોજ ઈમરાન ખાન રેડિયો પાકિસ્તાન પર આવ્યા. એક ઑડિયો અને વીડિયો મેસેજમાં તેમણે હુમલામાં પાકનો હાથ હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

સેના સુરક્ષામાં થઈ હતી રેલી

સેના સુરક્ષામાં થઈ હતી રેલી

પાકિસ્તાનના વિદેશ વિભાગે ભારતને એક અનવેરિફાઈડ સોશિયલ મીડિયા અકાઉન્ટથી જૈશ તરફથઈ હુમલાની જવાબદારી લેવાનો આરોપ લગાવ્યો છે. પાકના વિદેશ વિભાગનું કહેવુ છે કે ભારતે એક ફેક અકાઉન્ટ પર આવેલા કન્ટેન્ટને ઉઠાવ્યુ અને પછી કહ્યુ કે જૈશે પુલવામા હુમલાની જવાબદારી લીધી છે. હુમલા બાદ જ જૈશ પ્રમુખ અઝહરને રેલીમાં સુરક્ષા આપવાની વાત સામે આવી રહી છે. અઝહરની રેલીની એક રેકોર્ડિંગ રિલીઝ કરવામાં આવી છે અને આ રેકોર્ડિંગમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે પાકિસ્તાનની ઑથોરિટીઝના જવાન જે યુનિફોર્મમાં છે તે કઈ રીતે આ આતંકીની સુરક્ષામાં તૈનાત છે.

પાંચ ફેબ્રુઆરીના રોજ પેશાવરમાં એકઠા થયા સમર્થક

પાંચ ફેબ્રુઆરીના રોજ પેશાવરમાં એકઠા થયા સમર્થક

પાંચ ફેબ્રુઆરીના રોજ આ રેલી થઈ હતી અને આ રેલીમાં આતંકીઓની ભરતી કરાવનાર શામેલ હતા. રેલી પેશાવરમાં થઈ હતી. ચારે તરફ સુરક્ષાનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને સાથે ચારે તરફ પોલિસની ગાડીઓની સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. રેલીમાં અઝહરને કહેતા સાંભળવામાં આવી શકે છે, ‘અમે એ સમય પણ જોયો છે જ્યારે યુનિફોર્મમાં હાજર ભાઈઓને આપણો ઝંડો હટાવવાના આદેશ પણ આપવામાં આવતા હતા. આજે મારી આંખો એ જોઈને ભીની થઈ જાય છે કે યુનિફોર્મમાં હાજર એ જ ભાઈ આપણા ઝંડા નીચે ઉભા છે.'

બીમાર અઝહરે 800 કિમી કર્યો પ્રવાસ

બીમાર અઝહરે 800 કિમી કર્યો પ્રવાસ

પાકિસ્તાનમાં હંમેશા એ દાવો કરવામાં આવતો રહ્યો છે કે મસૂદ અઝહરની તબિયત ઘણી ખરાબ છે અને તે છેલ્લા ઘણા મહિનાઓથી રાવલપિંડીની એક હોસ્પિટલમાં ભરતી છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. સ્પષ્ટ છે કે અઝહર એકદમ સ્વસ્થ છે અને તેની ગતિવિધિઓ પણ ચાલુ છે. પેશાવરની રેલી માટે ખૈબર પખ્તુનખ્વામા આવે છે અને અહીં જૈશની પકડ મજબૂત છે. પેશાવર અને બહાવલપુર લગભગ 800 કિલોમીટર દૂર છે અને અઝહર આટલુ અંતર કાપીને રેલી માટે આવ્યો હતો. અઝહરે પોતાની આ રેલીમાં પુલવામાનો પણ ઉલ્લેક કર્યો. અઝહરે કહ્યુ, ‘જો તમે ગૂગલ પર પુલવામાની કોઈ છોકરી વિશે સર્ચ કરશો તો તમને જૈશના ઝંડા અને કાશ્મીરના ગામોમાં જૈશના પ્રમુખના ઘરના ફોટા જોવા મળશે.'

અમેરિકાની જેમ ભારત હટાવશે પોતાની સેનાઓ

અમેરિકાની જેમ ભારત હટાવશે પોતાની સેનાઓ

અઝહરની આ રેલી બાદ પુલવામામાં આતંકી હુમલો થયો જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. અઝહરે કહ્યુ હતુ, ‘ખુદા ના કરમ અને આપણા પ્યારા ફિદાયીનોના બલિદાન જ છે કે અમે અહીં સુધી પહોંચી ગયા છે અને અટક્યા નથી.' અઝહરે રેલીમાં એ પણ કહ્યુ કે તે પાકિસ્તાનથી લોકોને બોર્ડની બીજી તરફ મોકલતો રહેશે. અઝહરે એ પણ કહ્યુ કે જે રીતે અમેરિકા, અફઘાનિસ્તાનથી પોતાની સેના હટાવી રહ્યુ છે તે રીતે ભારત પણ કાશ્મીરમાંથી પોતાની સેનાઓ જેહાદના કારણે હટાવશે.

આ પણ વાંચોઃ વૈદિક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની રેસમાં રામદેવ, ભર્યુ ફોર્મઆ પણ વાંચોઃ વૈદિક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની રેસમાં રામદેવ, ભર્યુ ફોર્મ

English summary
Pulwama: Pakistan provided security to Jaish chief Masood Azhar for rally days before the terror attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X