પુલવામા હુમલામાં એ નાની ભૂલ જે CRPFના જવાનો પર ભારે પડી

પુલવામા હુમલામાં એક મોટી ભૂલ સામે આવી રહી છે જેનો ફાયદો ઉઠાવીને જૈશ એ મોહમ્મદે આતંકીઓએ આટલા મોટા હુમલાને અંજામ આપ્યો.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા ફિદાયીન હુમલા બાદ દેશભરમાંથી માત્ર એક જ અવાજ ઉઠી રહ્યો છે કે, 'બસ, હવે નહિ.. હવે પાકિસ્તાન અને આતંકવાદીઓને અંતિમ સબક શીખવાડવામાં આવે...' દેશભરમાં આ હુમલા બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે. શહીદોના પરિજનોની ભીની આંખો અને શોકમગ્ન ચહેરા સરકારને પોતાના 44 બહાદૂર જવાનોના લોહીનો બદલો માંગી રહ્યા છે. સવાલ એ પણ છે કે CRPFના આટલા મોટા કાફલાના રૂટમાં તમામ સુરક્ષાની વ્યવસ્થા હોવા છતા એક આતંકી આટલી ભારે માત્રામાં વિસ્ફોટકથી ભરેલી ગાડી લઈને પહોંચ્યો કેવી રીતે. વાસ્તવમાં આ મામલે એક મોટી ભૂલ સામે આવી રહી છે જેનો ફાયદો ઉઠાવીને જૈશ એ મોહમ્મદે આતંકીઓએ આટલા મોટા હુમલાને અંજામ આપ્યો.

આ હતી એ ભૂલ જેનો ફાયદો આતંકવાદીઓએ ઉઠાવ્યો

આ હતી એ ભૂલ જેનો ફાયદો આતંકવાદીઓએ ઉઠાવ્યો

ગુરુવારે થયેલા પુલવામા આતંકી હુમલા પહેલા CRPF એ જમ્મુ-શ્રીનગર હાઈવેની સંપૂર્ણપણે તપાસ કરી હતી. સામાન્ય રીતે જ્યારે પણ સેના કે અર્ધસૈનિક બળોનો કોઈ કાફલો હાઈવે પરથી પસાર થાય તો રોડ ઓપનિંગ પાર્ટી એટલે કે આરઓપી તેના રૂટની તપાસ કરે છે કે ક્યાંય કોઈ જગ્યાએ આતંકીઓએ કોઈ વિસ્ફોટક તો નથી લગાવ્યા. પરંતુ... અહીં એક ભૂલ CRPFના જવાનો માટે ભારે સાબિત થઈ. વાસ્તવમાં જે રૂટથી CRPFનો પસાર થવાનો હતો તે રૂટ સેનાના વાહનો ઉપરાંત સામાન્ય નાગરિકોના વાહનો માટે પણ ખુલ્લો હતો. જૈશ એ મોહમ્મદના ફિદાયીન આતંકીએ સામાન્ય નાગરિકો માટે ખોલવામાં આવેલા રસ્તાનો ફાયદો ઉઠાવ્યો અને વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈને બસથી ટકરાયો.

કાફલામાં કેવી રીતે દાખલ થયો ફિદાયીન આતંકી

કાફલામાં કેવી રીતે દાખલ થયો ફિદાયીન આતંકી

CRPFના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ કે જૈશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદે સામાન્ય નાગરિકોને મળેલી આ છૂટનો ફાયદો ઉઠાવ્યો અને આસપાસના ગામોના રસ્તેથી થઈને સર્વેસ રોડ દ્વારા હાઈવે પર દાખલ થયો. ત્યારબાદ આદિલ અહેમદે ઘાત લગાવીને લગભગ 300 કિલો વિસ્ફોટકોથી ભરેલી પોતાની સ્કોર્પિયો ગાડી CRPFના કાફલાની એક બસથી જઈ ટકરાઈ. જાણકારી મુજબ CRPFના બે કાફલામાં કુલ 2574 જવાન અને અધિકારીઓ 78 વાહનો દ્વારા, જેમાં બસ, બખ્તરબંધ વાહન અને જીપ શામેલ હતી, જમ્મુથી દક્ષિણ કાશ્મીર જઈ રહ્યા હતા. અધિકારીઓનું કહેવુ છે કે જમ્મુ-શ્રીનગર હાઈવે છેલ્લા 6 દિવસોથી બંધ હતો. આના કારણે ગુરુવારે રજા અને ટ્રેનિંગથી પાછા ફરતા જવાનોની સંખ્યા ઘણી વધુ હતી.

પાકિસ્તાન પાસેથી પાછો લેવાયો MFNનો દરજ્જો

પાકિસ્તાન પાસેથી પાછો લેવાયો MFNનો દરજ્જો

આ હુમલા બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સુરક્ષા સંબંધી સમિતિની બેઠક થઈ જેમાં પાકિસ્તાનથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લેવામાં આવ્યો. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આતંકીઓને કોઈ પણ કિંમતે છોડવામાં આવશે નહિ. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘આ હુમલા માટે સમગ્ર દેશમાં ગુસ્સો છે, દેશનું લોહી ઉકળી રહ્યુ છે. આતંકને કચડવા માટે કાર્યવાહી વધુ ઝડપી બનશે અને અમારા જવાનોને બલિદાનની મોટી કિંમત આતંકીઓએ ચૂકવવી પડશે. હું રાજકીય દળોને અપીલ કરુ છુ કે આપણે રાજકીય દોષારોપણથી દૂર રહીએ. આપણે સૌએ એક થઈને આતંકવાદ સામે ઉભા રહેવાનુ છે અને લડવાનુ છે. અમે સુરક્ષા બળોને સંપૂર્ણ છૂટ આપી દીધી છે, કોઈને પણ બખ્શવામાં નહિ આવે, આ હુમલા માટે આતંકીઓને સજા મળશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X