પુલવામા હુમલોઃ બસમાં બેસે તે પહેલા આવ્યો મેસેજ અને બચી ગયો આ જવાનનો જીવ

બસમાં બેસે તે પહેલા આવ્યો મેસેજ અને બચી ગયો આ જવાનનો જીવ

અહમદનગરઃ કહેવાય છેને કે રામ રાખે તેને કોઈ ન ચાખે, મહારાષ્ટ્રના અહમદનગરમાં રહેતા સીઆરપીએફ જવાન સાથે કંઈક એવું થયું જે જાણીને તમે પણ આ કહેવાત પર ભરોસો કરતા થઈ જશે. 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર થયેલ આતંકી હુમલામાં જે બસને નિશાન બનાવવામાં આવી તે બસમાં થાકા બેલકર નામનો જવાન પણ સવાર થવા માટે જઈ રહ્યો હતો. જો કે આ તેમની કિસ્મત જ હતી કે હુમલાની ઠીક પહેલા તેમની પાસે એક મેસેજ આવ્યો જેનાથી આ જવાન તે બસમાંથી ઉતરી ગયો. જે બાદ સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલાની ચોંકાવનારા અહેવાલ આવ્યા.

આ કારણસર બસમાંથી ઉતરી ગયો જવાન

આ કારણસર બસમાંથી ઉતરી ગયો જવાન

14 ફેબ્રુઆરીએ જે સમયે સીઆરપીએફના 2500 જવાન 78 બસમાં સવાર થઈ શ્રીનગર માટે રવાના થઈ રહ્યા હતા, તે સમયે જ અહમદનગરના થાકા બેલકર પણ તે કાફલાની બસમાં જ પોતાની સીટ પર બેઠેલા હતા. આ દરમિયાન તેમને માલુમ પડ્યું કે રજાની અરજી મંજૂર થઈ ગઈ છે. જણાવી દઈએ કે સીઆરપીએફ જવાન બેલકરના 24મી ફેબ્રુઆરીએ લગ્ન થવાનાં છે, પોતાના લગ્ન માટે તેણે રજા માંગી હતી, જે મંજૂર કરી લેવામાં આવી. રજા મંજૂર થતાં જ થાકા બેલકર બસમાંથી ઉતરી ગયા અને પોતાના બેઝ કેમ્પ પહોંચી ગયા.

લગ્નને કારણે અંતિમ સમયે જવાનને રજા મળી

લગ્નને કારણે અંતિમ સમયે જવાનને રજા મળી

આ દરમિયાન થાકા બેલકરને જાણકારી મળી કે જે બસમાં તે સવાર થયો હતો તેના પર આતંકીઓએ હુમલો કર્યો અને તેના સાથી જવાન શહીદ થઈ ગયા છે. પુલવામા હુમલાની સૂચનાથી થાકા બેલકરને આંચકો લાગ્યો. તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે થોડા સમય પહેલા જે કાફલામાં તે હતા તેના પર આવડો મોટો આતંકી હુમલો થયો છે. બેલકર હાલ પોતાના વતન અહમદનગર પરિજનોની વચ્ચે છે. તેના પરિજનોએ જણાવ્યું કે થાકા બેલકર સદમામાં છે, તેને પોતાના સાથીઓની શહાદતનો વિશ્વાસ નથી થઈ રહ્યો.

પુલવામામાં થયેલ હુમલામાં 40 CRPF જવાન શહીદ

પુલવામામાં થયેલ હુમલામાં 40 CRPF જવાન શહીદ

થાકા બેલકરના 24 ફેબ્રુઆરીએ લગ્ન થવાનાં છે, જેની તૈયારીમાં પરિજનો લાગી ગયા છે. જો કે થાકા બેલકર મનથી બહુ દુખી છે. તેના પરિજનોએ જણાવ્યું કે જ્યારે તેઓ ઘરે આવ્યા છે ત્યારથી કોઈ સાથે વધુ વાત નથી કરી રહ્યા. પોતાના સાથીઓ ગુમાવ્યા બાદ તેમનું મન દુઃખી છે અને તેઓ બહુ સદમામાં છે. લગ્નના કાર્ડ પણ વહેંચી દેવામાં આવ્યાં છે. પહેલા ધૂમધામથી લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે હવે લગ્નની યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે.

પુલવામામાં આતંકીઓએ CRPFના કાફલાને નિશાન બનાવ્યો

પુલવામામાં આતંકીઓએ CRPFના કાફલાને નિશાન બનાવ્યો

થાકા બેલકરના પિતાએ જણાવ્યું કે લગ્નનો કાર્યક્રમ નિર્ધારિત સમયે જ થશે, પરંતુ વધુ ધૂમધામથી લગ્ન નહિ થાય, બલકે એકદમ સાદાઈથી લગ્ન સમારોહ સંપન્ન થશે. થાકા બેલકર, અહમદનગરના પારને તાલુકા સ્થિત ગાજરે ઝાપ ગામના નિવાસી છે. તેઓ ચાર વર્ષ પહેલા સીઆરપીએફમાં સામેલ થયા. જણાવી દઈએ કે પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફ કાફલા પર થયેલ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા, જ્યારે અન્ય કેટલાય જવાન ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X