For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબઃ મોડી રાતે અમૃતસરમાં વિસ્ફોટથી 2ના મોત, 5 ઘાયલ

પંજાબના અમૃતસર શહેરના લવકુશ નગરમાં સોમવારે મોડી સાંજે તેજ ધમાકા સાથે વિસ્ફોટ થયો.

|
Google Oneindia Gujarati News

પંજાબના અમૃતસર શહેરના લવકુશ નગરમાં સોમવારે મોડી સાંજે તેજ ધમાકા સાથે વિસ્ફોટ થયો. લવ-કુશ નગરમાં થયેલા ધમાકામાં 2 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘાયલોમાં એક અઢી વર્ષનુ બાળક પણ છે. ધમાકામાં મૃતકોની ઓળખ રતનલાલ અને રાજિન્દર કુમાર તરીકે થઈ છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલિસ ટીમ વિસ્ફોટના કારણો જાણવાની કોશિશ કરી રહી છે. પોલિસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

amritsar

માહિતી અનુસાર જેના ઘરમાં ધમાકો થયો છે તે મનજીત સિંહનું ઘર છે. આ ઘર પાસે ગુરનામ સિંહ રહે છે. બંને પરસ્પર સંબંધી છે. મનજીત સિંહ કેન્ટોનમેન્ટ પોલિસ સ્ટેશનમાં હોમ ગાર્ડ તરીકે તૈનાત છે. પોલિસ કેન્ટોનમેન્ટે થોડા દિવસ પહેલા પોતાના પોલિસ સ્ટેશનની સફાઈ કરાવી હતી. પોલિસ સ્ટેશનમાં રાખેલા કબાડને છેલ્લા બે દિવસથી મનજીત સિંહ ઘરે લઈને આવી રહ્યો હતો પરંતુ ઘર નાનુ હોવાના કારણે મનજીત સિંહે કબાડ પોતાના સંબંધી ગુરનામના ઘરે રાખી દીધુ હતુ. આ કબાડમાં મોટાપાયે ફટાકડા અને આતશબાજી હતી. આમાં સોમવારે સફાઈ દરમિયાન ધમાકો થઈ ગયો.

જ્યારે ધમાકો થયો એ વખતે આ ઘરની સાથે રહેતા રતનલાલ પોતાના પૌત્ર સાથે પોતાના ઘરની બહાર ઉભા હતા. જેવો ધમાકો થયો રતન લાલ પોતાના પૌત્રને દૂર ફેંકી દીધો પરંતુ તેનુ મોત થઈ ગયુ. વળી, ધમાકામાં માર્યા ગયેલા રાજિન્દર કુમાર મલ્લિયાં ગામથી આવ્યા હતા. તે આ કબાડ સાફ કરી રહ્યા હતા. પોલિસે પાંચ ઘાયલોની ઓળખ મહિલા નિવાસી શુભમ, હોમગાર્ડનો જવાન ગુરનામ સિંહ, મનજીત કૌર, યશ કુમાર, અભિષેક કુમાર (અઢી વર્ષ) તરીકે જણાવી છે. ઘટના સ્થળે હાજર લોકો અનુસાર જ્યારે રતનલાલ અને રાજિન્દર સ્ક્રેપને અલગ કરી રહ્યા હતા તો એક જૂનો ગ્રેનેડ હાથ લાગી ગયો હતો. રાજિન્દરે ગ્રેનેડનો જોયો અને તેની પિન કાઢી દીધી. જોત જોતામાં ધમાકો થઈ ગયો અને ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. વિસ્તારમાં નાસભાગ થઈ ગઈ અને બધા ધમાકાવાળી જગ્યાએ પહોંચવા લાગ્યા.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ પણ કર્યુ. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યુ કે, 'અમૃતસરના પુતલીઘર વિસ્તારમાં થયેલી દુર્ઘટનામામં 2 નામોત અને 5 લોકો ઘાયલ થઈ ગયા છે. મે પંજાબ પોલિસને કેસની તપાસ માટે નિર્દેશિત કરી દીધા છે. પોલિસ દૂર્ઘટનાનુ કારણ જાણવાની કોશિશ કરી રહી છે. મૃતકો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના.'

આ પણ વાંચોઃ માયાવતીનો ચોંકાવનારો ફેસલો, બસપાની રાજસ્થાન યૂનિટ ભંગ કરીઆ પણ વાંચોઃ માયાવતીનો ચોંકાવનારો ફેસલો, બસપાની રાજસ્થાન યૂનિટ ભંગ કરી

English summary
Punjab: Two dead and five injured in an explosion that occurred in Luv Kush Nagar, Amritsar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X