પંજાબ: ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલી યુવતી બની ગેંગરેપનો શિકાર

હોસ્પિટલમાં યુવતીએ ખુલાસો કર્યો હતો કે તેને નર્સિંગનો અભ્યાસ કર્યો છે અને શુક્રવારે તે ચંદીગઢમાં એક ખાનગી હોસ્પિટલમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ગઇ હતી. સવારે તે ચંદીગઢ બસ સ્ટેન્ડની બહાર રિક્શા લેવા માટે આવી ત્યારે એક મહિલા તેની પાસે આવી અને એક કાગળ બતાવીને તેને એડ્રેસ પૂછવા લાગી હતી. એટલામાં પાછળથી તેને કોઇએ ધક્કો માર્યો અને બળજબરીપૂર્વક તેને એક કારમાં બેસાડી દિધી. કારમાં બેઠેલા એક યુવકે તેને ઇંજેકશ લગાવીને તેને બેહોશ કરી દિધી. ત્યારબાદ તે લોકો તેને ક્યાં લઇ ગયા કશી જ ખબર નથી. બીજા દિવસે શનિવારે તેને ભાન આવ્યું તો ખબર પડી કે તે મકાનમાં બંધ છે.
થોડીવાર પછી બે યુવકો તેના રૂમમાં આવ્યા અને તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને મોબાઇલ ફોન પર તેની ફિલ્મ બનાવી. રવિવારે ફરીથી તેને ઇંજેકશન લગાવ્યું અને કારમાં બેસાડીને સાંજે રસ્તા પર ફેંકી દિધી. કારમાં ત્રણ યુવકો સવાર હતા પરંતુ તે ઓળખતી નથી કે તે યુવકો કોણ હતા. તો બીજી તરફ હોસ્પિટલ લાવનાર રોહતાશ વાસી કુલાર, અબોહરે જણાવ્યું હતું કે જ્યારે છોકરી રસ્તા પર પડી હતી ત્યારે તે તેનાથી લગભગ બે કિલોમીટર દૂર હતો. તેની આગળ એક સ્વિફ્ટ કાર જઇ રહી હતી, તેને શંકા છે કે કદાચ યુવતીને તે કારમાંથી ફેંકવામાં આવી છે.
તો બીકી તરફ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં હાજર ડો. કર્મજીત સિંહનું કહેવું છે કે પીડિત યુવતિન જણાવ્યા અનુસાર વુમન એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલમાં ડો. પૂનમ ઢિલ્લોએ તેનું મેડિકલ ચેકઅપ કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે પીડિત યુવતિના નિવેદન બાદ કંઇ કહી શકાય.












Click it and Unblock the Notifications
