પંજાબની આપ સરકારે પોતાના 7 મહિનાના કાર્યકાળનો ડેટા કર્યો જાહેર, જણાવી આ વાતો

ચંદીગઢમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા 7 મહિના કાર્યકાળનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે.

ચંદીગઢઃ ચંદીગઢમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન સંબોધન કરતા માલવિંદર સિંહ કંગે સરકારના 7 મહિનાનો ડેટા જાહેર કર્યો છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે સરકારે ખેડૂતોને ઘણી સુવિધાઓ આપી છે. ખેડૂતોના હિત માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, શેરડીનો દર 360થી વધારીને 380 કરવામાં આવ્યો છે.

punjab

તેમણે વધુમાં કહ્યુ કે પંજાબ સરકાર દ્વારા શેરડી મિલોની બાકી રકમ પણ ક્લિયર કરી દેવામાં આવી છે. મગના પાક પર 7275 રૂપિયાની MSP આપવામાં આવી છે. ઓછા ભાવે ખરીદેલા મગનો ગેપ પણ ભરવામાં આવ્યો હતો. ખેડૂતોના ખાતામાં 24.83 કરોડ રૂપિયા જમા થયા છે. પંજાબ સરકારે પરાલીના ઉકેલ માટે 17,806 મશીનો ખરીદ્યા છે. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે પંજાબ સરકારે દરેક વર્ગ માટે કયા કયા કામો કર્યા છે.

તેમણે જણાવ્યુ કે પંજાબ સરકાર દ્વારા શહીદ ખેડૂતોના પરિવારજનોને વળતર અને નોકરી આપવામાં આવી છે અને પોલીસ ડ્યુટી દરમિયાન મૃત્યુ પામેલા જવાનો માટે 1 કરોડ રૂપિયાની રકમની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ગુંડાઓ પર ગાળિયો કસવામાં આવ્યો છે. ખેતી માટે મફત વીજળી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એટલુ જ નહિ યુવાનોને નોકરીઓ આપવામાં આવી રહી છે. પંજાબ સરકાર ભ્રષ્ટાચાર સામે પણ ઝીરો ટોલરન્સ નીતિ લાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X