પંજાબઃ AAPએ છત્તીસગઢમાં જવાનોની શહીદી પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ, નક્સલી હુમલાની કરી નિંદા
Punjab News: છત્તીસગઢના સુકમા-બીજાપુર બોર્ડર પર નક્સલવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ત્રણ જવાનો શહીદ થયા હતા. પંજાબની આમ આદમી પાર્ટીએ CRPFના 3 જવાનોની શહીદીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
આમ આદમી પાર્ટીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ (X) પર કહ્યું કે, ભગવાન શોકગ્રસ્ત પરિવારોને પૂરતી શક્તિ આપે. આમ આદમી પાર્ટીએ ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરી છે. તેમણે કહ્યું કે અમે નક્સલવાદીઓ દ્વારા આચરવામાં આવેલી હિંસાની સખત નિંદા કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે નક્સલી હુમલામાં CRPFના ત્રણ જવાન શહીદ થયા હતા અને 14 જવાનો ઘાયલ થયા હતા. જ્યારે હુમલો થયો ત્યારે કોબ્રાની 201 બટાલિયન અને સીઆરપીએફની 150 બટાલિયનની ટીમો ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ (એફઓબી) સ્થાપિત કરવા માટે કામ કરી રહી હતી.












Click it and Unblock the Notifications
