CM માનના લગ્ન બાદ હવે પંજાબમાં ફરી વાગસે શરણાઇ ને ઢોલ, AAPના આ ધારાસભ્ય કરશે લગ્ન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને થોડા સમય પહેલા જ પોતાના બીજા લગ્ન કર્યા હતા. ભગવંત માને ગુરપ્રિત કૌર સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા ભગવંત માને 2015માં પણ ઇન્દરપ્રિત સાથે લગ્ન કર્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને થોડા સમય પહેલા જ પોતાના બીજા લગ્ન કર્યા હતા. ભગવંત માને ગુરપ્રિત કૌર સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા ભગવંત માને 2015માં પણ ઇન્દરપ્રિત સાથે લગ્ન કર્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના લગ્ન બાદ હવે AAPના ધારાસભ્ય નરિંદર કૌર ભારજ આવતીકાલે લગ્ન કરવાના છે. ઉલ્લેખનિ છેકે નરિન્દર કૌર ભારજ AAP નેતા મનદીપ લખોવાલ સાથે લગ્ન કરશે.

મળતી માહિતિ અનુસાર લગ્ન સમારોહ પટિયાલા સ્થિત ગુરુદ્વારામાં યોજાશે, જેમાં સીએમ ભગવંત માન તેમની પત્ની સાથે હાજર રહેશે. આ સિવાય અન્ય ઘણા ધારાસભ્યોના પણ આવવાના સમાચાર છે. નરિન્દર કૌર ભારજ પંજાબમાં સૌથી યુવા (27) ધારાસભ્ય બન્યા છે, તેમણે સંગરુર મતવિસ્તારમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા વિજય ઈન્દર સિંગલાને મોટા માર્જિનથી હરાવ્યા હતા. ઉલ્લેખનિય છેકે નરિન્દર કૌરે એક્ટિવા સ્કૂટર પર જઇને પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યું હતું.












Click it and Unblock the Notifications
