ખેડૂત નેતાઓને પકડવા ગયેલા ASIનું અપહરણ બાદ મોત

punjab police logo
તરનતારન, 6 માર્ચ: પંજાબના તરનતારનમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન નેતાઓની ધરપકડ કરવા ગયેલા એએસઆઇ અધિકારીને પહેલા ખેડૂતો દ્વારા બંધક બનાવી લેવાયા બાદ તેમની હત્યા કરી દેવાના સમાચાર આવતા પ્રદેશમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ ખેડૂતો ઓઇલના ભાવમાં વધારાનો વિરોધ કરી રહ્યા હતા. આ ઘટના તરનતારનના જિયોબલા ગામની છે.

આ પોલીસ અધિકારીનું આજે સવારે જ નિધન થયું છે. જોકે હજી એ વાતોની પુષ્ટિ કરાઇ શકાઇ નથી કે આ એએસઆઇનું મૃત્યુ કયા કારણોથી થયું છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે આ અધિકારીનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે અમે તેમની સાથે કોઇ મારામારી નથી કરી.

એએસઆઇના મોતનો મામલો પંજાબમાં વધુ આગ પકડી શકે છે. 2 માર્ચના રોજ યુપીના પ્રતાપગઢમાં જ ડીએસપીની હત્યા કરી નાખવામાં આવી હતી. જે મામલો હજી સુધી ઉકેલાઇ શક્યો નથી અને તેને લઇને રાજ્યમાં રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. હવે ફરીથી આવો કિસ્સો બનતા પોલીસજવાનોની સુરક્ષા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X