પંજાબ વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાન સીએ કોન્વોકેશનમાં હાજરી આપી, યુવાઓને ડિગ્રીઓ સુપરત કરી
પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર સત્તા આવ્યા બાદથી સતત શિક્ષણ પર સુધારાઓ કરી રહી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓને સારા શિક્ષણ અને યુવાઓને નોકરી માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે ત્યારે વિધાનસભા અધ્યક્ષ કુલતાર સંધવાને સીએ કોન્વોકેશનમાં હાજરી આપી વિદ્યાર્થીઓને ડિગ્રીઓ આપી હતી.
સીએ કોન્વોકેશનમાં લુધિયાણા પહોંચેલા વિધાનસભાના સ્પીકર કુલતાર સંધવાને નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા યુવાનોને ડિગ્રીનું વિતરણ કર્યું હતું. અહીં તેમણે યુવાનોને ઈમાનદારીથી કામ કરીને દેશની પ્રગતિમાં યોગદાન આપવાનો સંદેશ આપ્યો.

અહીં કુલતાર સિંહ સંધવાને યુવાઓને સંબોધતા કહ્યું કે, નવનિયુક્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ પ્રમાણિકતાથી કામ કરીને દેશની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે, સ્પીકર કોઈ પાર્ટીનો નહીં પણ બધાનો છે. કેટલાક લોકો ભાઈચારો તોડવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તેને મોઢાની ખાવી પડી છે. ગુરબાણી પ્રસારણને લઈને મોટું નિવેદન આપતાં તેમણે કહ્યું કે, ગુરબાણી પ્રસારણને કમાણીનું માધ્યમ ન બનાવવું જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં સરકાર શિક્ષણમાં સતત નવા નવા સુધારા કરીને યુવાઓને પ્રોત્સાહન આપી રહી છે. હાલમાં જ બોર્ડની પરિક્ષાઓના સારા પરિણામો બાદ મુખ્યમંત્રી ભગવંત માને સરકારી શાળાઓને શ્રેય આપ્યો હતો.












Click it and Unblock the Notifications
