પંજાબના કેબિનેટ મંત્રી ડૉ. બલજીત કૌરે ગામોના વિકાસ કાર્યો માટે વહેંચ્યા 3 કરોડ, 29 લાખ રુપિયા

પંજાબના સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. બલજીત કૌરે ગામોના વિકાસ કાર્યો માટે 3 કરોડ, 29 લાખ રુપિયા વહેંચ્યા.

પંજાબ સરકાર ગામડાઓના વિકાસના કામો માટે કોઈપણ પ્રકારની કમી નહીં રહેવા દે અને જે વ્યક્તિઓ અને પંચાયતો ગામડાઓમાં સંપૂર્ણ વિકાસના કામો કરાવશે તેમનુ સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. પંજાબના સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. બલજીત કૌરે મલોટ વિધાનસભા મતવિસ્તારમાં આવતા ગામ ખૂન્નણ કલાંમાં લગભગ 17 ગામોની પંચાયતોને અનુદાન વિતરણ પ્રસંગે આ વાત કહી હતી.

baljeet kaur

તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર રાજ્યના લોકોના ભલા માટે સતત પ્રયત્નશીલ છે. કેબિનેટ મંત્રીએ જણાવ્યુ હતુ કે, લોકોને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળી રહે તે માટે રાજ્યમાં લોકોનુ જીવનધોરણ ઊંચુ લાવવા માટે વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ કે ગામ ખુન્નણ કલાં માટે રૂ.51 લાખ, ગામ તામકોટ માટે રૂ. 55 લાખ 50 હજાર, ગામ લક્કડવાલા માટે રૂ. 46 લાખ 46 હજાર, ધીગાના માટે રૂ. 33.50 લાખ, સોથા માટે રૂ. 23 લાખ, ચક્ક દેહુવાલા ગામ માટે 19.50 લાખ, શેરગઢ ગિયાન સિંહવાલા માટે રૂ. 18.60 લાખ, લખમીરેઆના માટે રૂ. 18.26 લાખ, ખાને કી ઢાબ માટે રૂ. 17 લાખ, ઔલખ ગામ માટે રૂ. 16 લાખ, તરખાણવાલા ગામ માટે રૂ. 15.40 લાખ, ઉડાંગ ગામ માટે રૂ. 6 લાખ, રામ નગર ખજાનન માટે રૂ. 4.25 લાખ અને બામ ગામ માટે રૂ. 4.50 લાખ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા.

પોતાના આ પ્રવાસ દરમિયાન તેમણે ગામ મદરસાના નિવાસીઓને સ્વચ્છ પાણી પૂરુ પાડવા માટે આરઓ સિસ્ટમના નવીનીકરણનુ પણ ઉદઘાટન કર્યુ કે જે ઈન્ડિયન બેંકના સહયોગથી શરુ કરવામાં આવ્યુ છે અને ગામ મદરસાના આંગણવાડી સેન્ટર માટે 2 લાખ રુપિયાની ગ્રાંટ આપવાનો પણ ભરોસો આપ્યો. આ પ્રસંગે અન્ય લોકોમાં આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ઝસન બ્રાર, બ્લોક પ્રમુખ સિમરજીત સિંહ, ડેપ્યુટી જનરલ મેનેજર આર.કે. જોષી, ઝોનલ મેનેજર અમૃતસર અનિલ કુમાર ઈન્ડિયન બેંક, દિલબાગ સિંઘ, ગુરપ્રીત સિંહ સરન, અંગ્રેજ સિંહ, સુખદીપ સિંહ અને મહાવીર સિંહ મદરસા પણ હાજર રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X