પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 200 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા
પંજાબની ભગવંત માન સરકાર રાજ્યના યુવાનોને રોજગારી આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ક્રમમાં મુખ્યમંત્રીએ 200 જેટલા યુવાનોને નિયુક્તિ પત્રો આપ્યા છે. ભગવંત માને નિયુક્તિ પત્રો આપતા કહ્યું કે, સરકાર ખાલી પદો ભરી રહી છે.

ચંદીગઢમાં નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં યુવાનોને સંબોધતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. ભરતી પહેલા કાયદાકિય સલાહ લેવામાં આવે છે. તમામ કાયદાકીય અડચણોને દૂર કરીને ભરતી કરવામાં આવી રહી છે. પંજાબ સરકારના મિશન રોજગાર હેઠળ અત્યાર સુધીમાં 29 હજાર નોકરીઓ આપવામાં આવી છે.
ભગવંત માને આગળ કહ્યું કે, કોઈ નોકરી અને કામ મોટા કે નાના નથી. તમારો દ્રષ્ટિકોણ નાનો કે મોટો હોઈ શકે છે. ખબર નથી કોના હસ્તાક્ષરથી કોનું ભાગ્ય બગલાઈ જશે. ડ્યુટી જ બ્યૂટી છે.
ભગવંત માને નવ નિયુક્ત યુવાનોને સલાહ આપતા કહ્યું કે, જે પણ કામ આપવામાં આવે તે તમારી ફરજ સમજીને કરો. કામમાં કોઈપણ પ્રકારની ખામી ન છોડો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પંજાબ સરકારનો ભાગ બનવા જઈ રહેલા નવનિયુક્ત યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.












Click it and Unblock the Notifications
