For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ભગવંત માને આપી વધુ એક ખુશખબરી, પંજાબમાં લોકોને મળ્યો હવે આ ફાયદો

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન જનહિતમાં એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. જાણો આજે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન જનહિતમાં એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. આજે માને કહ્યુ કે તેમની પાર્ટીએ પંજાબના લોકો માટે રાશનની ડોર સ્ટેપ ડિલીવરી શરુ કરવાનો નિર્ણય કર્યો છે જેનાથી લોકોને લાભ થશે.

આ એક વૈકલ્પિક યોજના

આ એક વૈકલ્પિક યોજના

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે હવેથી અમારા અધિકારી તમને એ જ સમયે પૂછવા માટે બોલાવશે જ્યારે રાશન વહેંચવામાં આવશે. એ તમને એ સમયે વિતરણ પણ કરશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે જો કે, આ એક વૈકલ્પિક યોજના છે. અમે આના પર કામ કરીશુ. જો આ સકારાત્મક રહ્યુ તો આના પર આગળ વધી શકીએ છીએ. તેમણે કહ્યુ કે આપે પંજાબના લોકો માટે જ આ પ્રકારનો નિર્ણય લીધો છે.

વૉટ્સએપ નંબર પણ કર્યો હતો શેર

વૉટ્સએપ નંબર પણ કર્યો હતો શેર

ભગવંત માને થોડા દિવસો પગેલા એક મોબાઈલ નંબર પબ્લિકને શેર કર્યો હતો. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માનનુ કહેવુ છે કે તેમની સરકારના કાર્યકાળમાં ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે ભ્રષ્ટાચારને રોકવા માટે તે જાતે સક્રિય રહશે. આના માટે તેમણે એક એંટી કરપ્શન હેલ્પલાઈન શરુ કરાવી દીધી છે. આ નંબર પર કોઈ પણ રાજ્યવાસી ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી ફરિયાદ સીધા સીએમને કરી શકે છે. આના માટે તેમણે 9501200200 મોબાઈલ નંબર બતાવ્યો છે. જેના પર લોકો સંપર્ક કરી શકે છે.

ભ્રષ્ટાચારનો કરશે સફાયો

ભ્રષ્ટાચારનો કરશે સફાયો

ભગવંત માને પંજાબના 17માં મુખ્યમંત્રી તરીકે કાર્ય કરતા આ વિગત 17 માર્ચના રોજ એલાન કરી હતી કે તેમની સરકાર રાજ્યની ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન જાહેર કરશે જેથી લોકો ભ્રષ્ટ અધિકારીઓને ઉઘાડા પાડી શકે. માટે આવુ કર્યુ. સાથે જ મુખ્યમંત્રીએ જોર આપીને કહ્યુ કે તે રાજ્યમાં ભ્રષ્ટાચારમાં મુક્ત સરકાર સુનિશ્ચિત કરશે. દિલ્લીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના સુપ્રીો અરવિંદ કેજરીવાલે તેમની ઘોષણાનુ સ્વાગત કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, 'અમારી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભ્રષ્ટાચારનો સફાયો કરી દીધો અને હવે માન પંજાબમાં એક ઈમાનરદાર સરકાર ચલાવશે.'

English summary
Punjab Chief Minister Bhagwant Mann declares doorstep delivery of ration for the people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X