પંજાબ સરકારનો નિર્ણયઃ ફરજ દરમિયાન મૃત્યુ થવા પર પોલિસ જવાનોના પરિવારજનોને મળશે એક કરોડની અનુગ્રહ રકમ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ પોલિસના જવાનોની ફરજ પર મોત થવા પર તેમના પરિવારજનોને એક કરોડ રૂપિયાની એક્સગ્રેટિયા રકમ આપવાનુ એલાન કર્યુ છે.

નવી દિલ્લીઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ પોલિસના જવાનોની ફરજ પર મોત થવા પર તેમના પરિવારજનોને એક કરોડ રૂપિયાની એક્સગ્રેટિયા રકમ આપવાનુ એલાન કર્યુ છે. મુખ્યમંત્રી બુધવારે પંજાબ પોલિસના ટેકનિલક પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને પંજાબ પોલિસના જવાનો અને અધિકારી સાથે વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, મુખ્યમંત્રીના એસસીએ એ. વેણુપ્રસાદ, પ્રમુખ સચિવ(ગૃહ) અનુરાગ વર્મા અને ડીજીપી વીકે ભાવરા પણ આ બેઠકમાં હાજર હતા.

mann

બધા રેંકના 23000થી વધુ પોલિસ જવાનોને સંબોધિત કરીને માને તેમને ગેંગસ્ટરો, નશો, આતંકવાદ, ગેરકાયદે ખનન અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા માટે કહ્યુ. ઉલ્લેખનીય છે કે પંજાબ પોલિસ દ્વારા રાજ્ય પોલિસ મુખ્યાલય, બધા જિલ્લા પોલિસ કાર્યાલયો, પોલિસ સ્ટેશનો, પ્રશિક્ષણ કેન્દ્રો, વિશેષ કાર્યબળ(એસટીએફ) કાર્યાલય, સાંઝ કેન્દ્ર, વિવિધ સશસ્ત્ર બટાલિયન અને રેલવે પોલિસ, ખુફિયા કાર્યાલયોમાં સ્થાપિત 933 વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બધા રેંકના પોલિસકર્મીએ આ બેઠકમાં ભાગ લીધો. પંજાબમાં એ પહેલી વાર છે કે મુખ્યમંત્રીએ પોલિસકર્મીઓની આટલી વિશાળ સભાને સંબોધિત કરી છે.

પોલિસના કામકાજમાં કોઈ હસ્તક્ષેપ નહિ થાય

મુખ્યમંત્રીએ આશ્વસ્ત કર્યા કે રાજ્યમાં પોલિસના કામકાજમાં કોઈ હસ્તક્ષેપ નહિ થાય. તેમણે પોલિસકર્મીઓને પૂર્ણ વ્યાવસાયિકતા, સમર્પણ અને અખંડતા સાથે પોતાની ફરજોનુ પાલન કરવાનુ આહ્વાન કર્યુ. મુખ્યમંત્રીએ પોલિસ બળને રાજ્યમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો તોડનારા સામે કોઈ દબાણ વિના વિવેકપૂર્ણ કાર્યવાહી કરવા માટે કહ્યુ.

પોલિસ કલ્યાણ કોષ વધારીને 15 કરોડ કર્યો

પંજાબ પોલિસના કલ્યાણ માટે વધુ એક ઉલ્લેખનીય નિર્ણય કરીને મુખ્યમંત્રીએ આ નાણાકીય વર્ષથી પોલિસ કલ્યાણ કોષને 10 કરોડ રૂપિયાથી વધારીને 15 કરોડ રૂપિયા કરવાની પણ ઘોષણા કરી. તેમણે પોલિસ અધિકારીઓ અને કર્મીઓને પંજાબ પોલિસને દેશના સર્વશ્રેષ્ઠ પોલિસબળોમાંનુ એક બનાવવા માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા. તેમણે પોલિસ બળથી રાજ્યના નાગરિકો સાથે અત્યંત ઈમાનદારી અને સમ્માન સાથે રાખવા જણાવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X