પંજાબ સીએમના શપથઃ ભગવંત માનના આમંત્રણ પર ખટકલ કલાંમાં હજારો આપ કાર્યકર્તા, આ છે અતિથિ
પંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા ભગવંત માન આજે શપથ લેવા જઈ રહ્યા છે.
શહીદ ભગતસિંહ નગરઃ પંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા ભગવંત માન આજે શપથ લેવા જઈ રહ્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારંભ રાજ્યના શહીદ ભગતસિંહ નગર જિલ્લામાં સ્થિત ગામ ખટકડ કલાંમાં થઈ રહ્યો છે. ખટકડ કલાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહનુ ગામ છે. આજે અહીં સીએમ શપથ ગ્રહણ સમારંભમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપરાંત અન્ય પાર્ટીના નેતા પણ પહોંચી રહ્યા છે. વળી, સમારંભમાં આખા પંજાબમાંથી 2 લાખથી વધુ લોકોના આવવાની આશા છે. હરિયાણા અને હિમાચલમાંથી આપ કાર્યકર્તાઓનો કાફલો પહોંચ્યો છે.

શપથગ્રહણ સમારંભના અતિથિ
ભગવંત માનનો શપથગ્રહણ સમારંભ શહીદ સ્મારકના ગ્રાઉન્ડમાં જ થઈ રહ્યો છે. જ્યાં દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ, આમ આદમી પાર્ટી પંજાબના પ્રભારી રાઘવ ચઢ્ઢા શામેલ થશે. આ ઉપરાંત પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહ, પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. કૉમેડિયન કપિલ શર્મા, રાજૂ શ્રીવાસ્તવ સહિત ઘણી ફિલ્મી હસ્તીઓના પણ પહોંચવાની આશા છે. આમ આદમી પાર્ટી તરફથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સહિત અન્ય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ રીતે આયોજિત થઈ રહ્યો છે કાર્યક્રમ
મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ભગવંત માન આજે બપોરે 11.30 વાગે શપથ લેશે. શહીદ ભગતસિંહના પૈતૃક ગામ ખટકલ કલાંમાં થઈ રહેલા સમારંભમાં શામેલ થનારા લોકોને સમય પહેલા પહોંચવા માટે કહેવામાં આવ્યુ છે. ભગવંત માનને પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પદ અને ગોપનીયતાના શપથ અપાવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ શપથ ગ્રહણ સમારંભમાં મુખ્યમંત્રી ભગવંત માન સાથે 16 ધારાસભ્ય મંત્રી પણ પદના શપથ લઈ શકે છે.
આ શપથ ગ્રહણ સમારંભનુ ઘણી બધી ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ પર કવરેજ ચાલી રહ્યુ છે.પં જાબના મુખ્યમંત્રીના શપથ લેવા જઈ રહેલ ભગવંત માને કહ્યુ છે કે આજે હું નહિ, પંજાબના ત્રણ કરોડ લોકો પણ મારી સાથે શપથ લેશે. તેમણે કહ્યુ કે, 'આપણે મળીને ભગત સિંહના સપનાને પૂરા કરવાના છે અને આપણે તેમના વિચારોને અમલમાં લાવીશુ.'
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
