For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં માન સરકારે આપી દિવાળીની ભેટ, મિની બસ ઑપરેટરો માટે કર્યુ આ એલાન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને એ મિની બસની જૂની પરમિટો ચાલુ કરવા અને અન્ય મુદ્દાઓ માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા મિની બસ ઑપરેટરોને દીવાળીની મોટી ભેટ આપી છે.

|
Google Oneindia Gujarati News

અમૃતસરઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને એ મિની બસની જૂની પરમિટો ચાલુ કરવા અને અન્ય મુદ્દાઓ માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા મિની બસ ઑપરેટરોને દીવાળીની મોટી ભેટ આપી છે. આ અંગે મુખ્યમંત્રી ભગવંત સિંહ માને મિની બસ ઑપરેટર એસોસિએશનના પંજાબના પ્રમુખ બલદેવ સિંહ બબ્બુને મળ્યા હતા અને કહ્યુ હતુ કે મિની બસોની જૂની પરમિટ રદ કરવાનો મુદ્દો જટિલ બની ગયો છે. જેનો યોગ્ય રીતે ઉકેલ લાવવામાં આવશે જેથી ભવિષ્યમાં ઑપરેટરોને ફરીથી આવી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

bus

આ દરમિયાન પંજાબના પ્રમુખ બલદેવ સિંહ બબ્બુએ મુખ્યમંત્રી માનને કહ્યુ કે પંજાબમાં મિની બસ બિઝનેસમાં જોડાઈને લાખો પરિવારો રોજીરોટી મેળવી રહ્યા છે. જેના કારણે આ બિઝનેસને બચાવવો ખૂબ જ જરૂરી છે નહિતર અસંખ્ય લોકો બેરોજગાર થઈ જશે. તેમણે માંગ કરી હતી કે પંજાબ સરકાર દ્વારા દર વર્ષે 10 ટકાના દરે બસો પર લાદવામાં આવતો સામાજિક સુરક્ષા કર પણ પાછો ખેંચવામાં આવે કારણ કે ઑપરેટરો વિવિધ ખર્ચાઓને કારણે પહેલેથી જ દેવાદાર થઈ ચૂક્યા છે.

મુખ્યમંત્રી ભગવંત માને પ્રમુખ બબ્બુના વિચારોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી કહ્યુ કે મિની બસ ઑપરેટરોના તમામ મુદ્દાઓ ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે. આ દરમિયાન પંજાબના કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ, મિની બસ યુનિયનના જિલ્લા અધ્યક્ષ સવિંદર સિંહ સાઈંસરા, જસવંત સિંહ સોનુ ધિલ્લોન, પ્રકાશ સિંહ ગગ્ગોમાહલ વગેરે હાજર રહ્યા હતા.

English summary
Punjab CM Mann announced big diwali gift for mini bus operators.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X