મજૂરી કરી રહેલા નેશનલ હૉકી ખેલાડીને મળ્યા સીએમ ભગવંત માન, ટૂંક સમયમાં કોચ તરીકે કરશે ભરતી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેશનલ હૉકી ખેલાડી પરમજીત સિંહને મળ્યા અને તેમની આર્થિક સ્થિતિને જોતા તેમની ટૂંક સમયમાં હૉકી કોચ તરીકે નિયુક્ત કરવાની ખાતરી આપી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે પંજાબ સરકાર ટૂંક સમયમાં ફરીદકોટ જિલ્લાના નેશનલ હૉકી ખેલાડી પરમજીત સિંહને સરકારી ઑપચારિકતાઓ પૂરી કર્યા બાદ હૉકી કોચ તરીકે ભરતી કરશે. મુખ્યમંત્રીએ થોડા દિવસો અગાઉ હૉકી ખેલાડી પરમજીત સિંહની આર્થિક સ્થિતિને જોતા તેમને પોતાની પાસે બોલાવવાનુ એલાન કર્યુ હતુ.

cm mann

ભગવંત માનને સોશિયલ મીડિયા પર આ હૉકી પ્લેયરને મજૂરી કરતા જોયા હતા. જે બાદ મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે તેઓ આ ભૂતપૂર્વ હૉકી ખેલાડીને સરકારમાં કોઈ કામ આપશે. મુખ્યમંત્રીએ તેમને પોતાની પાસે બોલાવ્યા અને તેમની સાથે વાતચીત કરી. ભૂતપૂર્વ હૉકી ખેલાડીએ મુખ્યમંત્રીને જણાવ્યુ હતુ કે ભૂતકાળમાં કોઈ સરકારે તેમની સ્થિતિ પર ધ્યાન આપ્યુ ન હતુ કે તેની કાળજી લીધી ન હતી. મુખ્યમંત્રીએ તેમને કહ્યુ કે હવે તેમના સારા દિવસો શરૂ થયા છે અને અમારી સરકારનો પ્રયાસ રહેશે કે ભવિષ્યમાં તેમને મજૂરીનુ કામ ક્યારેય ન કરવુ પડે.

પરમજીતે મુખ્યમંત્રીને જણાવ્યુ હતુ કે તે મજૂરીનુ કામ કરીને પોતાનુ અને તેના પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યો છે. ભેટ તરીકે, મુખ્યમંત્રીએ પરમજીતને હૉકીમાં કોચિંગનુ કામ આપવાનુ નક્કી કર્યુ છે અને ટૂંક સમયમાં સત્તાવાર ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેને નિમણૂક પત્ર સોંપવામાં આવશે. પરમજીતે મુખ્યમંત્રીને કહ્યુ કે તેમના બેચમેટ્સ હાલમાં વિવિધ વિભાગોમાં સારા અધિકારીઓ તરીકે કામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X