પંજાબમાં કેન્સર પીડિતોને સરકાર આપશે દોઢ લાખ રુપિયાની આર્થિક મદદ, જાણો કેવી રીતે મેળવવી
પંજાબ સરકાર કેન્સર પીડિતોની સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે.
ચંદીગઢઃ પંજાબ સરકાર કેન્સર પીડિતોની સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે. આ માટે મુખ્યમંત્રી રાહત ફંડની જોગવાઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે આ યોજના હેઠળ પંજાબની 19 હૉસ્પિટલોમાં સારવાર કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે અમારા રાજ્યમાં કેન્સર પીડિતોની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દોઢ લાખ રૂપિયાની આર્થિક સહાયની જોગવાઈ છે. તેમણે કહ્યુ કે વર્ષ 2019માં 6122 દર્દીઓની સારવાર માટે 85 કરોડ રૂપિયાની રકમ બહાર પાડવામાં આવી હતી. તેમણે કહ્યુ કે માત્ર ચંદીગઢના સેક્ટર 32માં આવેલી પીજીઆઈ અને સરકારી હૉસ્પિટલમાં જ આ યોજના હેઠળ સારવાર મળતી નથી.

અહીં કેન્સર પીડિતને મળે છે 1.5 લાખ રુપિયા
જેઓ કેન્સરથી પીડિત છે અને જો તેઓ સહાયની રકમ મેળવવા માંગતા હોય તો માત્ર એટલુ જ છે કે અરજદાર સરકારી કર્મચારી ન હોવો જોઈએ તેમજ પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી કરતો હોવો જોઈએ નહિ. દર્દી કે તેના પરિવારમાં કોઈને સરકારી પેન્શન ન મળતુ હોય તે પણ જરૂરી છે. દર્દી પાસે સ્વાસ્થ્ય વીમા પૉલિસી પણ હોવી જોઈએ નહિ. સ્વતંત્ર હૉસ્પિટલો પોતે સરકારી પોર્ટલ પર લૉગ-ઈન થાય છે. સરકાર સારવારની રકમ હૉસ્પિટલના ખાતામાં નાખે છે.
અહીં અન્ય રાજ્યોના દર્દીઓ પણ ઈલાજ કરાવી શકે છે
જો કે, અમૃતસર સ્થિત સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં દર્દીઓની સારવાર ઓછા ખર્ચે કરવામાં આવે છે. 120 કરોડના ખર્ચે બનેલી આ સંસ્થામાં 150 બેડ છે. નિષ્ણાત ડોકટરો પીઈટી-સીટી સ્કેન અને એસપીઈ-સીટી સ્કેન જેવી મશીનરીનો ઉપયોગ કરીને પીડિતોની સારવાર કરે છે. અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર મેળવી શકશે.
મહિલાઓમાં કેન્સરના દર્દી વધુ
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે જો કે પંજાબમાં 1 લાખમાંથી 90 લોકો કેન્સરથી પીડિત છે. દર વર્ષે સરેરાશ 7586 નવા કેસ સામે આવી રહ્યા છે. 2019માં અમૃતસરમાં સૌથી વધુ 954, સંગરુરમાં 810, લુધિયાણામાં 716, પટિયાલામાં 667 અને ગુરદાસપુરમાં 525 કેસ નોંધાયા હતા. પુરુષો કરતાં સ્ત્રીઓમાં કેન્સરના દર્દીઓ વધુ છે.












Click it and Unblock the Notifications
