Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પંજાબના DYCM રંધાવાએ કહ્યું- અમે અમરિંદરના મહિલા મિત્રના ISI સાથેના સંબંધની તપાસ કરીશું

પંજાબમાં મુખ્યમંત્રી પદ પરથી અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ પંજાબના નાયબ સુખજિંદર સિંહ રંધાવાએ કેપ્ટન અમરિંદર સિંહ પર મોટો આરોપ લગાવ્યો છે.

ચંદીગઢ : પંજાબમાં મુખ્યમંત્રી પદ પરથી અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ પંજાબના નાયબ સુખજિંદર સિંહ રંધાવાએ કેપ્ટન અમરિંદર સિંહ પર મોટો આરોપ લગાવ્યો છે.

પંજાબના DYCM રંધાવા

સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે, તેઓ (કેપ્ટન અમરિંદર સિંહ) કહી રહ્યા છે કે, ISI તરફથી ધમકી છે, પરંતુ તેમની મહિલા મિત્ર જે પાકિસ્તાની પત્રકાર છે, ગુપ્તચર એજન્સી ISI સાથેના તેના સંબંધોની તપાસ થવી જોઈએ.

સુખજિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે, તેઓ (કેપ્ટન અમરિંદર સિંહ) હવે કહી રહ્યા છે કે, ISI થી તેમને જોખમ છે, અમે (ISI) તે મહિલાના સંબંધની તપાસ કરીશું.

તેમણે કહ્યું કે, કેપ્ટન છેલ્લા 4.5 વર્ષથી પાકિસ્તાનથી આવતા ડ્રોનનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. એટલા માટે કેપ્ટને પહેલા આ મુદ્દો ઉઠાવ્યો અને બાદમાં પંજાબમાં બીએસએફ તૈનાત કરી દીધી છે.

સુખજિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું. અમરિંદરની મિત્ર અરૂસા આલમની પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધ છે કે કેમ તેની તપાસની માંગણી રંધાવાએ કરી છે.

ઉલ્લેખનીય છે કે, 19 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહ આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી તરફથી ચૂંટણી લડશે. ટૂંક સમયમાં તે નવી પાર્ટી લોન્ચ કરી શકે છે. આ દરમિયાન તેમના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે પણ સંકેત આપ્યો છે કે કેપ્ટન આગામી વર્ષે ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન પણ કરી શકે છે. જો કે, આંદોલનકારી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા માટેની તેમને શરત રાખી છે. હવે રાજકીય વર્તુળોમાં કેપ્ટનની નવી પાર્ટીથી પંજાબમાં કોંગ્રેસના ભવિષ્ય પર શું અસર થશે તેની ચર્ચા શરૂ થઈ છે.

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદથી જ કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસથી અલગ થવાની વાત કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે તેમને તેની ઔપચારિક જાહેરાત પણ કરી છે. રવિન ઠુકરાલે કેપ્ટનને ટાંકીને પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, પંજાબના ભવિષ્ય માટે લડાઈ ચાલુ છે. હું ટૂંક સમયમાં પંજાબ અને મારા ખેડૂતો સહિતના હિતોની સેવા કરવા માટે મારી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરીશ, જે એક વર્ષ કરતા વધુ સમયથી તેમના અસ્તિત્વ માટે લડી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X