For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પંજાબ શિક્ષણ વિભાગે જાહેર કરી ખાસ ગાઇડલાઇન

પંજાબ શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારી(પ્રાથમિક અને માધ્યમિક)ને વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ પર જવા માટે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિષેશ દિશાનિર્દેશ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારી(પ્રાથમિક અને માધ્યમિક)ને વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ પર જવા માટે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિષેશ દિશાનિર્દેશ જાહેર કરી છે. જે અનુસાર શૈક્ષણિક પ્રવાસ પર વિદ્યાર્થીઓને લઇ જતા પહેલા સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી પરવાનગી મેળવવી પડશે. આ સાથે શાળાના આચાર્ય દ્વારા પણ પ્રવાસમાં આવવા માંગતા વિદ્યાર્થીઓના માતા-પિતા પાસેથી લેખિતમાં મંજૂરી લેવી ફરજિયાત છે.

Punjab Education Department

શાળાના વડા દ્વારા એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે, શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સાથે સંબંધિત છે તેમજ તેમના જ્ઞાનને સમૃદ્ધ બનાવે છે. શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, પ્રવાસ પર જતા દરેક વિદ્યાર્થી પાસે ઓળખપત્ર હોવું આવશ્યક છે અને શાળાના વડા દ્વારા વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો જેમ કે, માતાપિતાનું નામ, ઘરનું સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખેલું અને એક પ્રોફોર્મા તૈયાર કરવામાં આવશે. આ નિવેદનની નકલ શૈક્ષણિક પ્રવાસ પર જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે પણ રહેશે.

શાળાના વડા શૈક્ષણિક પ્રવાસ પર જતા વિદ્યાર્થીઓ સાથે શાળાના વરિષ્ઠ અને જવાબદાર શિક્ષકની નિયુક્તિ કરશે અને જો પ્રવાસમાં છોકરીઓનો સમાવેશ કરવામાં આવશે, તો મહિલા શિક્ષકો પ્રવાસમાં સાથે આવે તેની ખાતરી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, કમિશ્નર/મેજિસ્ટ્રેટ/સંબંધિત ઓથોરિટીને કયા સ્થળોએ પ્રવાસ લેવાનો છે, તેની જાણ કરવામાં આવશે. પ્રવાસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પાસેથી સ્વ-ઘોષણા લેવામાં આવશે કે, તેઓ પ્રવાસ માટે બનાવેલા નિયમોનું પાલન કરશે અને શાળાના વડા સ્વ-ઘોષણા સ્વરૂપે નક્કી કરશે કે, પ્રવાસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કટોકટી દરમિયાન જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

English summary
Punjab Education Department has announced a special guideline for the safety of students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X