For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં આપની ધમાકેદાર જીત પર કેજરીવાલે કહ્યુ - લવુ યુ પંજાબીયો, તુસ્સી કમાલ કર દિત્તા

પંજાબ વિધાનસભા ચૂંટણીમામં આમ આદમી પાર્ટીની મોટી જીત બાદ પાર્ટી પ્રમુખ કેજરીવાલે કહ્યુ છે કે પંજાબવાસીઓએ આજે કમાલ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબ વિધાનસભા ચૂંટણીમામં આમ આદમી પાર્ટીની મોટી જીત બાદ પાર્ટી પ્રમુખ કેજરીવાલે કહ્યુ છે કે પંજાબવાસીઓએ આજે કમાલ કરી દીધી છે. તેમણે કહ્યુ કે મને આતંકવાદી કહેનારા માટે આ જવાબ છે કે હું શું છુ. આજે પંજાબમાં બહુ મોટો ક્રાંતિનો દિવસ છે. પંજાબમાં મોટી-મોટી ખુરશીઓ હલી ગઈ છે. સુખબીર સિંહ બાદલ, કેપ્ટન અમરિંદર સિંહ, ચરણજીત સિંહ ચન્ની, પ્રકાશ સિંહ બાદલ, નવજોત સિંહ સિદ્ધુ, બિક્રમ મજીઠિયા હારી ગયા છે.

AAP

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમે ઈમાનદાર રાજનીતિની શરુઆત કરી છે. લોકોના કામની શરુઆત કરી છે. આ એટલુ સરળ નથી. આ બધા મળીને અમને રોકવા માંગે છે. પંજાબમાં કેટલા મોટા-મોટા ષડયંત્રો થયા અને આપ સામે એકઠા થઈ ગયા પરંતુ અમે જીત્યા. આ પરિણામો દ્વારા જનતાએ કહી દીધુ કે કેજરીવાલ આતંકવાદી નથી પરંતુ દેશના સાચા સપૂત અને દેશભક્ત છે.

ભગતસિંહે એક વાર કહ્યુ હતુ કે જો આપણે અંગ્રેજોના ગયા પછી વ્યવસ્થા નહિ બદલીએ તો કંઈ નહિ થાય. અફસોસની વાત એ છે કે છેલ્લા 75 વર્ષોમાં આ પાર્ટીઓ અને નેતાઓની બ્રિટિશ વ્યવસ્થા એક જેવી હતી, તે દેશને લૂંટી રહ્યા હતા. કોઈ સ્કૂલ કે હોસ્પિટલ નહોતી બની. આપે વ્યવસ્થા બદલી છે જેને આજે દેશ જોઈ રહ્યો છે.

માનને આપી શુભકામના

કેજરીવાલે આગળ કહ્યુ કે, હું મારા નાના ભાઈ ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી બનવા પર શુભકામના આપવા માંગુ છુ. આપે 90થી વધુ સીટોને પાર કરી. પરિણામો પણ આવી રહ્યા છે. લોકોએ અમારા પર ખૂબ ભરોસો દર્શાવ્યો છે. અમે એને તોડીશુ નહિ. અમે આ દેશની રાજનીતિ બદલી દઈશુ.

દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પંજાબમાં જીત પર કહ્યુ કે આખા દેશમાં એ વાત સ્વીકારવામાં આવી રહી છે કે અરવિંદ કેજરીવાલનુ કામ કરવાનુ જે મૉડલ છે, તે હવે રાષ્ટ્રીય થઈ ગયુ છે. પંજાબના લોકોએ વોટ નથી આપ્યા પરંતુ મોકો આપ્યો છે અરવિંદ કેજરીવાલને. લોકોને હવે વિકલ્પ મળી ગયો છે.

English summary
punjab election result 2022 arvind kejriwal on aap victory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X