• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાહેર કરવામાં આવ્યા નવા નિયમ

|
Google Oneindia Gujarati News

લુધિયાણાઃ પંજાબ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવી છે. જો ક્યાંય પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક દેખાય તો તેના પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. લુધિયાણામાં નગર નિગમ કમિશ્નર શેના અગ્રવાલે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા માટે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 'મેરા થેલા મેરી શાન' નારા સાથે જાગૃતિ અભિયાન શરુ કર્યુ. સાથે જ સ્વાસ્થ્ય શાખાના અધિકારી આવનારા દિવસોમાં પોલિસની મદદથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચવા કે ઉપયોગ કરવા સામે કાર્યવાહીમાં વેગ લાવશે.

અધિકારીઓનુ કહેવુ છે કે આ દરમિયાન થતા રિકવરીમાં વજનના આધારે દંડ લાગશે. જેનો આંકડો 2થી 25 હજાર સુધી જણાવાઈ રહ્યો છે. આના માટે નગર નિગમ દ્વારા મેમો ફાડવાની રીત બદલવામાં આવી રહી છે. મંગળવારે થનારી જનરલ હાઉસની બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

આ પહેલા સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનુ પાલન ન કરનારને મેમો ફાડવવાની ડિટેલમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ વેચવા કે ઉપયોગ કરનારા પર દંડ લગાવવાનો સામેલ હતો. હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ અનુસાર કાર્યવાહી કરવા માટે એક અલગ મેમો ફાડવાની યોજના બનાવવામાં આવી છે જેમાં આઈટમ મુજબ દંડ લગાવવાી ડિટેલ સામેલ કરવામાં આવશે.

English summary
Punjab government banned single use plastic, municipal corporation issued new rules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X