પટિયાલા જમીન કૌભાંડના આરોપીઓને છોડવાના નિર્ણયને પંજાબ સરકારે પડકાર્યો!
આમ આદમી પાર્ટી પંજાબમાં સત્તામાં આવ્યા બાદ ભગવંત માનની સરકાર સતત ભ્રષ્ટાચારને લઈને એક્શનમાં છે. હવે પંજાબ સરકારે જમીન ઘોટાળાને લઈને મોટી એક્શન લીધી છે.
ચંદીગઢ : આમ આદમી પાર્ટી પંજાબમાં સત્તામાં આવ્યા બાદ ભગવંત માનની સરકાર આક્રમક રીતે સતત ભ્રષ્ટાચારને લઈને એક્શનમાં છે. હવે પંજાબ સરકારે જમીન ઘોટાળાને લઈને મોટી એક્શન લીધી છે. પંજાબ સરકારે 1,200 કરોડના પટિયાલા જમીન કૌભાંડ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના નિર્ણયને પડકારવાનો નિર્ણય કર્યો છે. પંજાબ સરકાર આ મામલે લડી લેવાના મુડમાં છે.

ફાયનાન્સિયલ કમિશનર રેવન્યુ કેએપી સિંહાએ પ્રોસિક્યુશન ડાયરેક્ટરને સમયમર્યાદા પુરી થાય તે પહેલા ટ્રાયલ કોર્ટના આદેશ સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવા જણાવ્યું છે. એડિશનલ સેશન્સ જજ પટિયાલા રણજીત કુમાર જૈને 15 સપ્ટેમ્બરના રોજ તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ સરકાર સતત ભ્રષ્ટાચારને લઈને એક્શનમાં જોવા મળી રહી છે. પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માન અને વિવિધ મંત્રીઓ સતત ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની વાત કરતા રહે છે. આ પહેલા પંજાબ સરકારના મંત્રી સામે પણ કાર્યવાહી કરાઈ હતી. મુખ્યમંત્રી ભગવંત માન પણ ભ્રષ્ટાચાર મુદ્દે ખુદ એક્શનમાં જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
