પંજાબ સરકારે પ્લાસ્ટિકના વપરાશ સામે કરી દંડની જાહેરાત, જાણો કેટલા ભરવો પડશે ફાઇન
પંજાબ સરકાર દ્વારા તાજેતરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા અંગે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સાથે આદેશોના ઉલ્લંઘન કરવાવાળાઓ સામ દંડની જોગવાઇઓ પણ જાહેર કરવામાં આવી છે.
જલંધર : પંજાબ સરકાર દ્વારા તાજેતરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા અંગે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સાથે આદેશોના ઉલ્લંઘન કરવાવાળાઓ સામ દંડની જોગવાઇઓ પણ જાહેર કરવામાં આવી છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવનારા ઉત્પાદકોને પ્રથમ વખત રૂપિયા 50,000 અને બીજી વખત રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવશે. ઉત્પાદક સિવાય અન્ય ઉલ્લંઘન કરનારાઓ માટે દંડ પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ 100 ગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે પકડાય છે, તો તેના પર 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. અડધા કિલો સુધી 3 હજાર અને એક કિલો સુધી 5 હજાર રૂપિયા આપવા પડશે.
1 થી 5 કિલો સુધી 10 હજાર અને 5 કિલોથી વધુ પકડાય તો 20 હજાર રૂપિયા દંડ ભરવો પડશે. કોર્પોરેશન કમિશનરને દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
