For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હથિયારોને લઈને એક્શનમાં પંજાબ સરકાર, આદેશ બાદ હવે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી!

છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં હથિયારોને લઈને સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. હાલમાં જ પંજાબ સરકારે રાજ્યમાં લાયસન્સ વાળા હથિયારોની સમિક્ષાના આદેશ આપ્યા હતા. હવે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મોગા : છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં હથિયારોને લઈને સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. હાલમાં જ પંજાબ સરકારે રાજ્યમાં લાયસન્સ વાળા હથિયારોની સમિક્ષાના આદેશ આપ્યા હતા. હવે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે.

Punjab government

પંજાબ સરકારે આદેશ આપ્યા હતા કે, આગળના ત્રણ મહિનામાં સરકાર હથિયારોની સમિક્ષા કરશે, આ સિવાય સરકારે આદેશ આપ્યા છે કે કોઈપણ વ્યક્તિ પંજાબમાં હથિયારો સાથે ફરી શકશે નહીં. હવે આ આદેશોને લાગુ કરવા માટે પ્રશાસને તૈયારી શરૂ કરી છે. હાલમાં જ પંજાબ સરકારે સોશિયલ મીડિયા પર આદેશ જારી કરીને લોકોને સલાહ આપી રહી છે કે તેઓ કોઈપણ પ્રકારના લાયસન્સવાળા હથિયારના ફોટોગ્રાફ લેવાથી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી દૂર રહે, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાની લોકો પ્રશંસા કરી રહ્યાં છે. જો કે કેટલાક લોકોનું માનવુ છે કે, સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હથિયાર રાખવા પડે છે અને તેથી હથિયાર રાખવાની સંપૂર્ણ મનાઈ ન કરાય, જરૂરી લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

એક અહેવાલ અનુસાર, મોગા જિલ્લામાં 26 હજારથી વધુ લોકો પાસે હથિયારનું લાઇસન્સ છે. આમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મોગા જિલ્લાના મોગા તાલુકામાં સૌથી વધુ હથિયારના લાયસન્સ છે, જ્યારે આ મામલે ધરમકોટ સર્કલ બીજા, બાઘાપુરાના ત્રીજા અને નિહાલ સિંહ વાલા ચોથા ક્રમે છે.
અહેવાલ અનુસાર, અગાઉ માત્ર થોડા જ લોકો પાસે હથિયારના લાઇસન્સ હતા, પરંતુ 2002 થી 2022ના બે દાયકા દરમિયાન લોકોમાં હથિયાર લાઇસન્સ હદથી વધી ગયા છે અને તેમાં મોટાભાગના યુવાનો છે. એક નેતા અનુસાર, આજકાલ સત્તાધારી પક્ષના નેતાઓને સૌથી વધુ ભલામણો કોઈ વિકાસ કામ કરાવવા માટે નહીં, પરંતુ હથિયાર લાયસન્સ બનાવવા માટે આવે છે. તેમણે કહ્યું કે લોકોએ આ બાબતે વધુ જાગૃત થવાની જરૂર છે.

હવે સરકારે ફરીથી હથિયાર લાયસન્સની સમીક્ષા કરવાના આદેશો જારી કર્યા છે, ત્યારે આ સમયે જિલ્લાભરના કેટલાક હથિયાર ધારકોને હથિયાર લાયસન્સ રદ થવાનું જોખમ છે, તેઓના લાયસન્સ રદ કરી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. વહીવટીતંત્ર દ્વારા આ બાબતે પ્રાથમિક તબક્કે જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ લાયસન્સની સમીક્ષા કર્યા બાદ ખબર પડશે કે કોને કોને હથિયાર લાયસન્સની જરૂર છે.

આ બાબતે વાત કરતા મોગા જિલ્લા પોલીસ અધિક્ષક ગુલનીત સિંહે જણાવ્યુ કે, અત્યાર સુધી જારી કરાયેલા આર્મ્સ લાયસન્સની ત્રણ મહિનામાં સમીક્ષા કરવામાં આવશે અને કોઈએ લાયસન્સ માટે ખોટી માહિતી આપી હોવાનું જણાશે તો તેને તાત્કાલિક રદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિએ આર્મ્સ લાઇસન્સ બનાવતી વખતે કોઈ હકીકત છુપાવી હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Punjab government in action regarding weapons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X