For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેતીના વિકાસ માટે મોટી તૈયારીમાં પંજાબ સરકાર, નવી કૃષિ નીતિ માટે તૈયારી શરૂ કરી

પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર એક પછી એક મોટા સુધારાઓ કરી રહી છે. હવે પંજાબમાં ખેડૂતોની ઉન્નતી માટે પંજાબ સરકારે મોટી તૈયારી શરૂ કરી છે. પંજાબ સરકારે ખેડૂતો માટે નવી કૃષિ નીતિ બનાવવાની તૈયારી શરૂ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર એક પછી એક મોટા સુધારાઓ કરી રહી છે. હવે પંજાબમાં ખેડૂતોની ઉન્નતી માટે પંજાબ સરકારે મોટી તૈયારી શરૂ કરી છે. પંજાબ સરકારે ખેડૂતો માટે નવી કૃષિ નીતિ બનાવવાની તૈયારી શરૂ કરી છે. પંજાબ સરકાર આ કૃષિ નીતિને 31 માર્ચ 2023 સુધીમાં તૈયાર કરીને અમલમાં મુકવા તૈયારી કરી રહી છે.

farming

મળતી વિગતો અનુસાર, પંજાબ સરકારે કૃષિ નીતિ માટે તૈયારી શરૂ કરી છે. પંજાબ સરકાર ભૌગૌલિક સ્થિતી, જમીનની ગુણવત્તા તેમજ પાક અને પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને કૃષિ નીતિ તૈયાર કરશે. પંજાબ સરકાર આ કૃષિ નીતિ માટે જાણીતા કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત સંગઠનોની મદદ લેશે. રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે.

આ બાબતે વાત કરતા પંજાબ સરકારના કૃષિમંત્રી કુલદીપ ધાલીવાલે કહ્યું કે, અગાઉની સરકારોના બેજવાબદાર વલણ અને ખોટી નીતિઓને કારણે પંજાબનું શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પર્યાવરણ અને ફળદ્રુપ જમીન હવે પ્રદૂષિત પાણી, ઝેરી હવા અને બિન ફળદ્રુપ જમીનમાં ફેરવાઈ રહી છે. આ બાબતોને સ્પષ્ટ નીતિ અને ઈરાદા સાથે બદલવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતી માટે અલગ નીતિની જાહેરાત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે ખેતીમાં ખાતર, રસાયણો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, પંજાબને પહેલાની સ્થિતીમાં લાવવા માટે પ્રાકૃતિક રીતે ખેતી કરવાની જરૂર છે. અહીં તેમણે કોઓપરેટીવ પર ભાર મુકતા કહ્યું કે, ખેતી માત્ર ખેતી નથી, તે જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. ખેતીને વૈવિધ્યપૂર્ણ બનાવવાની જરૂર છે. કૃષિ મંત્રીએ ખેતીમાં રહેલી અસલામતી દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેતીને બચાવવાની દિશામાં સૌના સહકારથી આગળ વધશે.

ટેકનોલોજી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ખેતી માટે મોટા મશીનોની જગ્યાએ નાના મશીનોનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે. પંજાબના પાક, પાણી અને માટી અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને અલગ-અલગ પરિષદો યોજવાની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કૃષિ વૈજ્ઞાનિકો અને અનુભવી લોકોની મદદથી કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે.

English summary
Punjab government started preparations for new agriculture policy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X