પંજાબ સરકારનો મોટો નિર્ણય, POCSO કેસના નિરાકરણ માટે બે જિલ્લામાં ફાર્સ્ટ ટ્રેક કોર્ટ બનાવશે
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે શનિવારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં POCSO અને બળાત્કારના કેસોની ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માન સરકારની કેબિનેટે લૈંગિક ગુનાઓ સામે બાળકોના રક્ષણને લગતા પડતર કેસોના નિકાલ માટે બે જિલ્લામાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે.

સંગરુર અને તરનતારનના બે જિલ્લાઓમાં આ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા માટે સંમતિ આપવામાં આવી છે. પોક્સો એક્ટ અને રેપ પોક્સો એક્ટ હેઠળ આ બે વિશેષ અને સમર્પિત અદાલતોની સ્થાપના આવા કેસોની પેન્ડન્સીમાં ઘટાડો કરશે અને ટ્રાયલને ઝડપી બનાવશે.
કેબિનેટે આ અદાલતો માટે 18 સહાયક સ્ટાફની સાથે વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશની બે જગ્યાઓ સહિત 20 પોસ્ટની રચનાને પણ મંજૂરી આપી છે.












Click it and Unblock the Notifications
