પંજાબ સરકારનો મોટો નિર્ણય, બૉર્ડર પર શહીદ થયેલા જવાનોના પરિવારને મળશે 1 કરોડ રૂપિયા
પંજાબ સરકારે સરહદ પર શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે મોટો નિર્ણય લીધો છે.
ચંદીગઢઃ પંજાબ સરકારે સરહદ પર શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે મોટો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે નિર્ણય કર્યો છે કે સરહદ પર શહીદ થયેલા જવાનના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે આ રકમ સૈનિકોના બલિદાન સમાન નથી પરંતુ અમે પરિવારને 1 કરોડની રકમ આપીશુ જેથી પરિવારને કોઈ આર્થિક સંકટ ન આવે.

તમને જણાવી દઈએ કે જ્યારથી ભગવંત માન પંજાબના સીએમ બન્યા છે ત્યારથી તેઓ પોતાના નિર્ણયોને કારણે ચર્ચામાં રહે છે. 300 યુનિટ વીજળી ફ્રી કરવાનો નિર્ણય હોય કે શહીદના પરિવારને 1 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય હોય તે લોકોમાં સ્થાન બનાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે.
પંજાબ સરકારે પહેલા બજેટમાં 300 યુનિટ વીજળી મફત આપવાનું વચન પૂરુ કર્યુ
પંજાબની ભગવંત માન સરકારે તેના પ્રથમ બજેટમાં 300 યુનિટ મફત વીજળીનુ વચન પૂરુ કર્યુ હતુ. 1 જુલાઈથી રાજ્યમાં 300 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવી રહી છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ રાજ્યનુ બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પંજાબના દરેક ઘરને હવે 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. સરકાર આ યોજનાના ખર્ચ માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ બજેટમાં શિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સરકારી સ્કૂલો માટે 123 કરોડ
પંજાબમાં શાળા અને ઉચ્ચ શિક્ષણ માટેના બજેટમાં 16 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેકનિકલ શિક્ષણના બજેટમાં 47 ટકા અને તબીબી શિક્ષણના બજેટમાં 57 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પંજાબમાં શાળાઓની જાળવણી માટે એસ્ટેટ મેનેજરોની નિમણૂક કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. પંજાબની સરકારી શાળાઓમાં એસ્ટેટ મેનેજરની નિમણૂક કરવામાં આવશે જેથી આચાર્ય માત્ર શિક્ષણ સંબંધિત કામ પર ધ્યાન આપી શકે.
કુલ બજેટ ખર્ચ રૂ. 1,55,870 કરોડ
હરપાલ ચીમાએ નાણાકીય વર્ષ 2022-23 માટે કુલ રૂ. 1,55,870 કરોડના બજેટની દરખાસ્ત કરી હતી. આ નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં 23%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2022-23 માટે GSDP પર અસરકારક બાકી લોન 45.33% છે.












Click it and Unblock the Notifications
