પંજાબ સરકાર સ્ટેમ્પ ડ્યુટી નહીં વધારે, કેબિનેટમાં નિર્ણય લેવાયો

પંજાબની ભગવંત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે સરકારે પંજાબવાસીઓને એક મોટી રાહત આપી છે. હવે પંજાબ સરકારે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી નહીં વધારવાની જાહેરાત કરી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં 1 એપ્રિલથી સ્ટેમ્પ ડ્યૂટીમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય કરાયો છે. પંજાબ કેબિનેટે 30 એપ્રિલ સુધી સ્ટેમ્પ ડ્યૂટીમાં બે ટકાના ઘટાડાની સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
અહીં તમને જણાવી દઈએ કે, 31 માર્ચ 2023 સુધી પંજાબ સરકારે સ્ટેમ્પ ડ્યૂટીમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે મળેલી કેબિનેટ બેઠકમાં આ સુવિધાને 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. જનહિતને ધ્યાનમાં રાખીને કેબિનેટ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન જે લોકો રજિસ્ટ્રી કરાવશે તેમને વધારાની સ્ટેમ્પ ડ્યુટી અને PIDBમાં એક ટકા અને સ્પેશિયલ ડ્યુટીમાં 0.25 ટકા મુક્તિ અપાશે. જનતાને આપવામાં આવેલી આ સુવિધાને કારણે સરકારની આવકમાં વધારો થયો છે.












Click it and Unblock the Notifications
