ગેંગસ્ટર મુખ્તાર અંસારીનો ખર્ચ નહિ આપે માન સરકાર, કોર્ટમાં લડશે કેસ
પંજાબ સરકારે ગેંગસ્ટર મુખ્તાર અંસારી પર ખર્ચવામાં આવેલા 55 લાખ રૂપિયા નહીં ચૂકવવાનો નિર્ણય કર્યો છે. સીએમ ભગવંત માને કહ્યું કે તેઓ આ મામલાને કોર્ટમાં લઈ જશે.
તેમણે કહ્યું કે જૂની સરકારના નેતાઓએ અંસારી સાથે દોસ્તી કરી હતી પરંતુ તેઓ સામાન્ય માણસના ટેક્સના પૈસા અન્સારી પર ખર્ચ કરશે નહીં. ગેંગસ્ટર મુખ્તાર અંસારીના વકીલને 55 લાખ રૂપિયાની ફી ન ચૂકવવાની વાત કરી હતી.

પંજાબના વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવા માટે સીએમ ભગવંત માન સોમવારે ચંદીગઢ મ્યુનિસિપલ બિલ્ડીંગ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત કહી હતી. અંસારીને પંજાબમાં રાખવાનો કોઈ અર્થ ન હતો, પરંતુ જૂની સરકારના નેતાઓએ તેની સાથે દોસ્તી કરી અને તેને 55 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
તેમણે સ્પષ્ટ કર્યુ કે પંજાબના લોકોના ટેક્સના પૈસા અંસારી પર કોઈપણ કિંમતે ખર્ચવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અને રાજકારણી મુખ્તાર અંસારીને લઈને સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ લડવા માટે પૂર્વ કોંગ્રેસ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વકીલને સીએમ ભગવંત માને તાજેતરમાં 55 લાખ રૂપિયાની ફી ચૂકવવાનો ઈન્કાર કરી દીધો છે.
ત્યારે એક તારીખે 11 લાખ ફી ભરવાનું નક્કી કરાયું હતું. આવી સ્થિતિમાં વકીલ દ્વારા પંજાબ સરકારને 55 લાખ રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યુ હતુ. સીએમ ભગવંત માને કહ્યું, 'યુપીના ગુનેગારને વીઆઈપી સુવિધાઓ સાથે રોપર જેલમાં રાખવામાં આવ્યો હતો. 48 વખત વોરંટ જાહેર કરવા છતાં તે હાજર થયો ન હતો.
તેમણે કહ્યુ કે, મોંઘા વકીલો રોકાયેલા હતા, જેનો ખર્ચ 55 લાખ થયો હતો. લોકોના ટેક્સમાંથી ખર્ચો ધરાવતી ફાઈલ પાછી ફેરવી દીધી હોવાનું જણાવ્યું હતું. કોના આદેશ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે તે મંત્રીઓ પાસેથી ખર્ચ વસૂલવાની વિચારણા કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
